________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
દુર્ગતિને આપનારા કુકર્મોને દુરથીજ ત્યજી દેવા. સજ્જનતા તેજ શરીરનું ભૂષણ છે, માટે તેને મેળવવા ઉદ્યમ કરવો. મનના મેલને ત્યાગ કરી હૃદયને ઉજળુ કરવું. કાળે ભોજન કરવું, પરંતુ અકાળે ભોજન કરવું નહિ.
ભોજન પણ પોતાના કુટુંબીઓ સાથે જ કરવું, પરંતુ કુટુંબીઓને ભૂખ્યા રાખી પોતે એકલા ભોજન કરી લેવું નહિ.
કોઈને લાંઘણ કરાવી ભુખ્યા રાખવા નહિ. કાળે શયન કરી, બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ.ધર્મ ધ્યાનમાં રક્ત
થવું.
નાટક પ્રેક્ષણ ભાં-ભવાયા જોવા જવું નહિ.
વેશ્યા પર-સ્ત્રી બાલિકા વિધવા કુલાંગના પ્રત્યે ગમન કરવાની પચ્ચકખાણ કરી સ્વસ્ત્રીને વિષે પણ સંતુષ્ટવૃત્તિ ધારણ કરવી.
અગ્નિ, પાણી ચોર, ભુજંગમ કામુકાદિકનો સંગ કરવો નહિ. મિત્રને કદાપિકાળે પણ ઠગવો નહિ. મિત્રની સ્ત્રી પ્રત્યે પ્રાણાતે પણ ગમન કરવું નહિ. શરીરની બહુજ લાલના પાળના કરવી નહિ.
સુખ દુઃખ વિગેરે તમામમાં હર્ષ શોક નહિ કરતા સમાનતામાં રહેવું.
જે ટાઇમ સુખ દુઃખનો હોય તે ટાઇમનો શાન્તિથી ગુજારો કરી લેવો પરંતુ આર્તધ્યાન કરવું નહિ, તેમજ હર્ષમાં મદોન્મત્ત થવું નહિ.
પાપકાર્ય કરી કદાપિ કાલે હર્ષને ધારણ કરવો નહિ. પુન્યકાર્ય કરી કોઈપણ વખત શોક અગર પશ્ચાતાપ કરવો નહિ.
૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org