________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ आरंभे नत्थि दया, महिला संग्गेण नासए बंभं । संकाए सम्मत्तं, पवज्जा अत्थगहणेण ॥१॥
આરંભને વિષે દયા નથી તથા સ્ત્રીના સંગથી બ્રહ્મચર્યની હાની થાય છે, તથા શંકા કરવાથી સમ્યકત્વનો નાશ થાય છે, અને પૈસાના ગ્રહણ કરવાથી સંયમનો વિઘાત થાય છે. जं पिज्जई पियवयणं, किज्जई विणओ य दिज्जई दाणं । परगुण कहणं किज्जइ, अमूलयंतं वसीकरणं ॥१॥
ભાવાર્થ : પ્રિય વચન બોલવું તથા મહાન પુરૂષો અને વડીલ વર્ગનો વિનય કરવો તથા સપાત્રને વિષે દાન આપવું, તેમજપરના ગુણગણની પ્રશંસા કરવી. આ ઉપરોક્ત સર્વે જગતના જીવોને વશ કરવા માટે મૂળ વિનાના મંત્રાભૂત, વશીકરણ કરવાના પ્રબળ સાધનો છે.
( સંસાર અસારતા)
बुबुद्फ़ेनसमानो जीवः, तदपि न विरमति लोकः क्लीबः । धनमदयौवनविद्यागर्वः, कतिपयदिवसैयाति सर्वः ॥१॥
ભાવાર્થ : પાણિના પરપોટાના સમાન ચંચલ એવો આત્માનો સ્વભાવ રહેલો છે, અર્થાત્ કર્મજન્ય વ્યાધિયોથી ભરપુર આત્મા જન્મજરા મરણાદિકોને અનંત કાળથી કર્યા કરે છે અને તેથી દેહના અંદર વાસ કરનાર આત્મા જેમ પાણિના પરપોટાને ફુટી જતાં (નાશ પામતા) વાર લાગતી નથી તેમ આ આત્માને દેહ છોડી પરલોકને વિષે ગમન કરતાં વાર લાગતી નથી. આવું જાણીને પણ કલીબબાયલા લોકો પાપાચરણથી વિરામ પામતા નથી. ધન, મદ, યૌવન, વિદ્યા, અભિમાન વિગેરે થોડા દિવસમાં જ નાશને પામે છે.
3c
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org