________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : ઇંદ્રધનુષ્ય તથા સ્વપ્ર સદેશ તથા વિજલીના સમાન ચપલ જીવિતવ્યને વિષે જે સચેતન પુરૂષ હોય કે કોણ રતિ પ્રીતિને ધારણ કરે છે ? અર્થાત્ કોઈ જ નહિ. અજ્ઞાનિ જીવ અસાર જીવિતવ્યને વિષે રાચે માચે છે, પરંતુ સર્જન-ઉત્તમ ભવ થકી ભયને પામેલ સચેતન પ્રાણી રાચતો માગતો નથી.
(નિર્ગુણી માણસોને બોધ થાય નહી.) अत्थेत्थ विसमसीला, के वि नरा दोसगहणतत्तिल्ला । तुठ्ठा वि सुमणिएहिं, एक्कं पि गुणं न गेण्हंति ॥१॥
ભાવાર્થ : આ દિવાની દુનિયાને વિષે વિષમશીલ અને કેવળ દોષો ગ્રહણ કરવામાંજ તત્પર એહવા કેટલાએક મનુષ્યો ઉત્તમ માણસોએ સ્તુતિયુક્ત સારી રીતે આદરમાન આપેલા અને તેથી તુષ્ટમાન થયા છતાં પણ એક પણ ગુણને ગ્રહણ કરતા નથી. तित्थयरे वि न कयं, एक्कमयं तिहुयण सुयधरेहिं । अह्मारिसेहिं किं पुण,कीरइ इह मंदबुद्धीहिं ॥२॥
ભાવાર્થ : મહાજ્ઞાનિ, મહાગ્રુતધર, મહાધીરવીર, તીર્થંકર મહારાજા જેવાએ પણ આ ગૈલોકયને એક ન કર્યું તો અમારા જેવા મંદબુદ્ધિના ધણીઓ શું કરવાના હતા. અર્થાત્ કાંઈ જ નહિ. जइवि हु दुग्गह हियओ लोगो, बहुकूडकवडमेहावी । तहवि य भणामि संपइ, सबुद्धि विहवानुसारेणं ॥३॥
| ભાવાર્થ : આ સાંપ્રતકાળને વિષે યદ્યપિ દુઃખે કરીને ગ્રહણ કરી શકાય તેવા હૃદયવાળો તથા ઘણા કુડ કપટ કેળવવામાં બુદ્ધિમાન લોક સમુદાય છે, તથાપિ સ્વબુદ્ધિના વૈભવ અનુસારે કાંઈક હું કહું
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org