________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ : यो यत्र जायते जंतुः, स तत्र रमते चिरं । अतः सर्वेषु जीवेषु, दयां कुर्वति साधवः ॥५॥
ભાવાર્થ : જે જીવ જે જે સ્થળોને વિષે ઉત્પન્ન થાય છે તે તે સ્થળોને વિષે ઘણાં કાલ સુધી આનંદને પામે છે, તે કારણ માટે સમગ્ર જીવોને વિષે સજ્જન માણસો દયા ધારણ કરે છે. अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये ।। समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ॥६॥
ભાવાર્થ અશુચિમય પદાર્થને વિષે અર્થાત્ વિષ્ટાને વિષે રહેલા કીડાને તેમજ દેવલોકને વિષે રહેલા ઇંદ્ર મહારાજને પણ જીવિતવ્યની આકાંક્ષા સરખીજ છે તેમજ મરણનો ભય પણ બન્નેને સરખોજ છે, કારણ કે મરણ થકી જગતના સમગ્ર સુક્ષ્મ અને સ્થૂલ પુગલ ધારીજીવો સર્વે મરણના ભયથી ડર પામે છે, તે માટે જીવોનું રક્ષણ કરવું શ્રેષ્ઠ છે. स्वल्पायुर्विकलोरोगी, विचक्षुर्बधिरं खलु ।। वामनः पामनः षंढो, जायते स भवे भवे ॥७॥
ભાવાર્થ : જીવ હિંસા કરનાર પ્રાણિ સ્વલ્પ આયુષ્યવાલો તથા વિકલ (બ્રમિત ચિત્તવાલો) તથા રોગિષ્ટ તથા વિકલ ચક્ષુવાલો તેમજ ચક્ષુરહિત તથા બધિર (બહેરો) તથા ખોડો લુલો તથા લંગડો તેમજ પાંગળો તથા નપુંસક ભવો ભવને વિષે થાય છે. यादृशी वेदना तीव्रा, स्वशरीरे युधिष्ठिर । तादशी सर्वभूतानामात्मनः सुखमिच्छतां ॥८. ।
ભાવાર્થ : હે યુધિષ્ઠિર ! પોતાના શરીરને વિષે જેવી રીતે તીવ્ર વેદના થાય છે, તેવી જ રીતે પોતાના આત્માને સુખની અભિલાષા ધારણ કરનાર સમગ્ર જીવોને થાય છે, માટે જીવદયા ધારણ કરવી
૧૩.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org