________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
પલ્યોપમની સ્થિતિવાળા દેવોને, ઉશ્વાસ એક દિવસે આહાર બેથી નવ દિવસે હોય છે.
જે દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવોને તેટલા પખવાડીયે ઉશ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર હોય છે.
દેવોને વેદના : દેવતાઓને પ્રાયઃ કરી સર્વેદના હોય છે. કદાચિત અસવેદના થતી નથી.કદાચ અસત્ વેદના થાય તો પણ અંતરમુહુર્તથી વધારે નહિ, અનુબદ્ધ ઉત્કૃષ્ટતાથી સર્વેદના છ માસ સુધી રહે છે.
દેવોનો ઉપપાત : અન્યલિંગ મિથ્યાદ્રષ્ટિનો ઉપપાત અશ્રુતદેવલોક થકી ઉપર થતો નથી. સાધુવેશ ધારણ કરનારા સ્વલિંગિયો, ભિન્નલિંગ અને મિથ્યાદ્રષ્ટિ હોય તો તે યાવત્ ઉપરીતન રૈવેયક સુધી જઈ શકે છે. ત્યાં સુધી તેનો ઉપપાત કહેલો છે.
સમ્યગદ્રષ્ટિ સાધુનો ઉપપાત સૌધર્મ દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી કહેલો છે.
બીજો નિયમ એવો છે કે ચૌદ પૂર્વધર બ્રહ્મલોકથી નીચે જતા નથી અને ઉપર સર્વાર્થસિદ્ધ સુધી જાય છે.
દેવોની કાન્તિ : સૌધર્મ ઇશાન દેવોની કાન્તિ કનકના સમાન છે.
સનકુમાર, માહેંદ્ર, બ્રહ્મદેવલોકના દેવોની કાન્તિ પદ્મદલના સમાન છે. લાંતકાદિકથી સર્વાર્થસિદ્ધ સુધીના દેવોની કાન્તિ ધોળી હોય છે.
દેવો ત્રણ પ્રકારના : ૧ સદેવીકાસપ્રવિચારા. ર અદેવીકાસપ્રવિચારા ૩. અદેવીકા અપ્રવિચારા હોય, તેમાં –
૧. ભુવનપતિ,વ્યંતર, જયોતિષિ, વૈમાનિક, સૌધર્મઇશાન
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org