________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
બ્રહ્મ, લાંતક વાલુકાપ્રભા દેખે છે. શુક્ર, સહસ્રાર પંકપ્રભા દેખે છે. આનત, પ્રાણત, આરણ, અશ્રુત, ધૂમપ્રભા દેખે છે.
નીચેની રૈવેયકના તથા મધ્યમ રૈવેયકના તમઃપ્રભા દેખે છે. ઉપરલી રૈવેયકના તમામ પ્રભા દેખે છે.
પાંચ અનુત્તર વિમાનવાસી લોક મધ્યે વર્તતી સમગ્ર લોકનાડી દેખે છે. નપુનર્લોકમ્ જે દેવોને તુલ્ય અવધિજ્ઞાન હોય તેમનો પણ અવધિ વિષય ઉપરવિશુદ્ધ હોય છે.
(દેવોની ગતિ :) જેની બે સાગરોપમની જઘન્ય સ્થિતિ છે, તે દેવો સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે ને તે સનકુમાર દેવલોક આદિથી જાય છે. આતો એક શક્તિ માત્રાનું વર્ણન કર્યું છે પરંતુ કોઈ દિવસ ગમન થતું નથી.
તિર્ય-અસંખ્યાતા હજાર કોટાકોટી યોજન સુધી અને તેમનાથી અધિક પણ જાય છે. જે દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી અત્યંત ઓછી હોય છે, તે દેવો એક એક હીન પૃથ્વી સુધી જાય છે. યાવત્ ત્રીજી પૃથ્વી સુધી જાય છે. તેમાં પણ ત્રીજી પૃથ્વી સુધી પૂર્વ સંગતિને માટે જાય છે, ને જશે. શિવાય છતી શક્તિયે પણ આગળ ઉપર ગયેલા નથી, ને જશે પણ નહિ. ઉદાસીપણાથી, તથા મધ્યમપણાથી, જિનેશ્વર મહારાજાને વંદનાદિક મુકી દઈ ઉપર ઉપર જતા નથી.
(દેવતાઓનો આહાર તથા ઉશ્વાસ :) સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવોને ઉશ્વાસ ૭ સ્તોકે, તથા આહાર ઉપવાસ હોય છે.
'૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org