________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
યક્ષો ૧૩ પ્રકારના : ૧ પૂર્ણભદ્રા ૨. માણિભદ્રા ૩ શ્રોતભદ્રા ૪ હરિભદ્રા પ સુમનોભદ્રા ૬ વ્યતિપાતિક ભદ્રા. ૭ સુભદ્રા ૮ સર્વતોભદ્રા ૯. મનુષ્યયક્ષા ૧૦ વનાધિપતિયો ૧૧ વનાહારા. ૧૨ રૂપયક્ષા. ૧૩ યક્ષોત્તમ.
- રાક્ષસો ૭ પ્રકારના : ૧ ભીમા ૨. મહાભીમા ૩. વિજ્ઞા. ૪ વિનાયકા ૫. જલરાક્ષસા ૬. રાક્ષસ, રાક્ષકા. ૭. બ્રહ્મરાક્ષસા.
ભૂતો ૯ પ્રકારના : ૧ સુરૂપા ૨. પ્રતિરૂપા ૩. અતિરૂપા ૪. ભૂતોત્તમા ૫. સ્કંદિકા ૬. માહાત્કંદિકા ૭. માયાવંગા ૮. પ્રતિછન્ના ૯. આકાશગા.
પિશાચા ૧૫ પ્રકારનાઃ (૧) કુલ્માંડકા (૨) પટકા (૩) જોષા (૪) આન્ડિકા (૫) કાલા (૬) મહાકાલા (૭) મોક્ષા (૮) અમોક્ષા (૯) તાલ પિશાચ. (૧૦) મુખર પિશાચ (૧૧) અધિસ્તારકા. (૧૨) દેહા (૧૩) મહાવિદેહા (૧૪) તુષ્નિકા (૧૫) વનપિશાચા
(વ્યંતરો કેવા પ્રકારનાં હોય) ૧. કિનરા: પ્રિયંગુશામાં, સૌમ્યા, સૌમ્યદર્શના, મુખને વિષે અધિકરૂપ શોભાવાળા, મુકુટ મૌલિ ભૂષણવાળા, અવદાતા, તથા અશોકવૃક્ષ ધ્વજાવાળા હોય છે.
૨. કિંપુરૂષા-સાથળ તથા બાહુને વિષે અધિક શોભાવાળા, મુખને વિષે અધિક દેદિપ્યમાન, વિવિધ પ્રકારના આભરણ ભૂષણવાળા, ચિત્રવિચિત્ર પુષ્પોની માળાના અનુલેપવાળા, અને ચંપકવૃક્ષની ધ્વજાવાળા હોય છે.
૩. મહોરગા-શામા, અવદાતા, માહાવેગા, સૌમ્યા, સૌમ્યદર્શના, માહાકાયા, વિસ્તારવાળી, પુષ્ટ ડોકવાળા, વિવિધ
૯૧
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org