________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ –તે શંખનો, ૯ કોમળ-તે સૂક્ષ્મ કંઠનો ૧૦ ખિખિણ-તે ઘુઘરાનો અગર ઘોડાના હણહણાટનો. • દસ પ્રકારના માન ૧ જાતિમાન, ૨ કુલમાન, ૩ બળમાન ૪ રૂપમાન, ૫ તપમાન, ૬ લાભમાન, ૭ સૂત્ર માન, ૮ ઠકુરાઇ માન, ૯ દેવ પાસે આવે તેનો માન, ૧૦ લક્ષ્મીનો માન. • દસ ગુણોથી શ્રાવક જણાયઃ ૧ જીવા જીવાદિક તત્વને જાણે, ૨ ધર્મ કરતાં દેવોની સહાયની વાંછા ન કરે, ૩ કોટી દેવ ચલાયમાન કરે તો ચાલે નહિ, ૪ ભગવંતના વચન ઉપર શંકા ન કરે, ૫ ભગવંતના વચનનેજ અર્થ પરમાર્થ જાણે બીજા સંસારના તમામ કાર્યને અનર્થ જાણે, ૬ ધર્મનો રંગ અસ્થિમજામાં લાગે, ૭ એક માસમાં પાંચ પૌષધ કરે, ૮ સ્ફટિક રત્નના પેઠે નિર્મલ એવા ભગવંતની સેવા પૂજા કરે, ૯ અપ્રિતિથી ઉપજે તેવાના ઘરને વિષે ન જાણે, ૧૦ સાધુ સાધ્વીને આહાર પાણી ઔષધ વસ્ત્રાદિકનું દાન ભક્તિથી કરે. • દસ બોલે ગાઢ દુષમ કાળ : ૧ અકાલે વરસે મેઘ, ૨ કાળે મેઘ વરસે નહિ, ૩ પરમાત્માની પૂજા નહિ, ૪ મિથ્યાદ્રષ્ટિની પૂજા, ૫ અસાધુની સેવા, ૬ સાધુની સેવા નહિ, ૭ વડીલ વર્ગનો વિનય નહિ, ૮ મનમાન્યો ઉપદેશ, ૯ સમકિતની હાની મિથ્યાત્વની વૃદ્ધિ, ૧૦ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શમાં વૃદ્ધિપણું. • દસ પ્રકારે ગાઢ સુષમકાળ : ૧ કાલે મેઘ વરસે, ૨ અકાલે વરસે નહિ, ૩ પરમાત્માની પૂજા, ૪ મિથ્યાદ્રષ્ટિની પૂજા નહિ, ૫ સાધુની સેવા, ૬ અસાધુની સેવા નહિ, ૭ વડીલનો વિનય, ૮ સત્ય ઉપદેશ, ૯ સમ્યકત્વની વૃદ્ધિ મિથ્યાત્વ ત્યાગ ૦૧ શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શનો બહિષ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org