________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દસ પ્રકારે સારા કર્મ ઉપાર્જન કરી સારી ગતિ મેળવે : ૧ તપસ્યા કરીને નિયાણું ન બાંધે તો તામસીતાપસની પેઠે, ર સમકિત શુદ્ધ પાળતો શ્રેણિકરાજાના પેઠે, ૩ ત્રણે યોગો સ્થિર રાખે તો રથનેમિ રાજીમતિની પેઠે ૪ ક્ષમા ધારણ કરે તો ગજ સુકુમાળની પેઠે, ૫ પંચંદ્રિય વશ કરે તો ધન્ના અણગારની પેઠે, ૬ સ્વછંદપણું ત્યાગ કરે તો સેલક રાજવિની પેઠે, ૭ માયા રહિત સંયમ પાળે તો ગૌતમસ્વામીની પેઠે, ૮ કોઈ દ્વેષી ધર્મથી ડગાવતા ન ડગે તો કામદેવ શ્રાવકની પેઠે ૯ સિદ્ધાંતની તેમજ શાસનની પ્રભાવના કરે તો કેશીકુમારની પેઠે, ૧૦ વ્રત પચ્ચખ્ખાણ ચોખું પાળે તો વરનાગ નટવાની પેઠે. • જીવને દસ મળવા દુર્લભ છે ઃ ૧ મનુષ્ય જન્મ, ૨ આર્ય ક્ષેત્ર, ૩ ચિંદ્રિય પટુપણું ૪ ઉત્તમકુળ, ૫ દીર્ઘ આયુષ્ય, ૬ નિરોગી શરીર, ૭ સદ્દગુરૂનો યોગ, ૮ સિદ્ધાંત શ્રવણ, ૯ દેવગુરૂ ધર્મની ઉપર શ્રદ્ધા, ૧૦ તપ સંયમમાં બલવીર્ય ફોરવવું. • પુણ્યવંત દસ વસ્તુ પામે : ૧ ઘણો પરિવાર, ર ઘણી લક્ષ્મી, ૩ ઘણો સ્વજન વર્ગ, ૪ ઉંચ ગોત્ર ૫ ગૌર વર્ણ, ૬ નિરોગી શરીર, ૭ નિર્મલ બુદ્ધિ, ૮ વિનયીપણું ૯ બળવંતપણું, ૧૦ યશસ્વીપણું. • સાધુ સેવા કરવાથી દસ મળે : ૧ સૂર સંભળાય, ૨ જ્ઞાન પ્રાપ્ત થાય, ૩ વિનય આવે, ૪ પચ્ચખ્ખાણ ઉદય આવે, પ સંયમ ઉદય આવે, ૬ તપસ્યા ઉદય આવે, ૭ નવા કર્મ રોકાય, ૮ જુના કર્મ નિર્જર, ૯ પાપ ક્રિયા રહિતપણું થાય, ૧૦ મુક્તિ મળે. • દસ પ્રકારના શબ્દોઃ ૧ કંકણ-તે ઘંટનો, ૨ ટંકણ તે ઝાલરનો, ૩ લુખો-તે કમાડનો, ૪ ભિન્ન-તે દેહનો, ૫ જજ્જર-તે ખોખરા ઢોલનો, ૬ લાંબો દીર્ઘ-તે ગાજવાનો, ૭ નાનો તે વીણાનો ૮ ગંભીર
૮૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org