________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ કરવા, ૪ નિધન ઉપર સ્નેહ રાખવો, ૫ નવીન સાધુને જ્ઞાન ભણાવવું, ૬ જ્ઞાન ભણીને વિચારવું, ૭ પોતાની જાતિઓમાં કલેશ થયો હોય તો શાન્ત કરવો, ૮ વૃદ્ધ બાળ ગ્લાનિ તપસ્વીની વૈયાવચ્ચ કરવી. • આઠ કર્મના આઠ દૃષ્ટાંતો : ૧ જ્ઞાનાવરણીય તે ઘાંચીના બળદને પાટાનો દ્રષ્ટાંત, ૨ દર્શનાવરણીય તે રાજાના દ્વારપાળનું દ્રષ્ટાંત, ૩ વેદનીય તે મધુલિત ખડગધારાનો દ્રષ્ટાંત, ૪ મોહનીય તે મદિરાપાનથી મદોન્મત્ત ગાંડા થયેલાનું દ્રષ્ટાંત, ૫ આયુષ્ય તે હેડમાં નાખેલા માણસનું દ્રષ્ટાંત, ૬ નામ તે ચિતારાનું દ્રષ્ટાંત ૭ ગોત્ર તે કુંભારના ભાંડનું દ્રષ્ટાંત, ૮ અંતરાય તે રાજાના ભંડારીનું દ્રષ્ટાંત. • આઠ પ્રકારે ગાંડો થાયઃ ૧ સ્ત્રીના પાસે બેસે તે, ર બાળકને રમાડે તે, ૩ બાળકના જોડે મિત્રાઈ કરે તે, ૪ ભાંગદારૂપીવે તે, ૫ મસ્તક પગ ઘસે તે, ૬ વિવાહમાં ગાળો દે તે, ૭ આરિસામાં મોટું જુવે તે, ૮ હોળીમાં રમે તે. • આઠ પ્રકારના મિત્રો : ૧ જન્મનો મિત્ર માતા, ર ઘરનો મિત્ર ધન, સ્ત્રી, ૩ દેહનો મિત્ર અન્ન, ૪ આત્માનો મિત્ર જ્ઞાન દર્શન, ચારિત્ર, પ રોગીનો મિત્ર ઔષધ, ૬ સંગ્રામનો મિત્ર હાથ, ૭ પરદેશનો મિત્ર વિદ્યા ૮ અંતકાળનો મિત્ર પરમાત્મા. • મહાપાપી : ૧ આપઘાત કરનાર, ર વિશ્વાસ ઘાત કરનાર, ૩ ગુણોની લુપ્ત કરનાર, ૪ ગુરૂદ્રોહી, ૫ ખોટી સાક્ષી પૂરનાર, ૬ ખોટી સલાહ આપનાર, ૭ હિંસામાં ધર્મ સ્થાપનાર, ૮ વારંવાર પચ્ચખાણ ભાંગનાર. • શિક્ષા: ૧ ભગવંતના જાપ પૂર્વક પૂજા સ્તવના કરવી, ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું, ૩ દયા પાળવી, ૪ સત્ય વચન બોલવું, ૫ શીયલ
ભાગ-૩ ફર્મા-૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org