________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ભય ઉત્પન્ન થાય છે, ૫ આજીવિકાનો ભય, ૬ મરણનો જે ભય, ૭ અપયશ ભય અપયશથી ભય ઉત્પન્ન થાય તે. • વિનય : ૧ જ્ઞાન વિનય, ર દર્શન વિનય, ૩ ચારિત્ર વિનય, ૪ મન વિનય, પ વચન વિનય, ૬ કાય વિનય, ૭ લોકોપચાર વિનય. • સાતે નિcવો કુશિષ્ય : ૧જમાલી, ર મગુનામા, ૩ અવંતી, ૪ ત્રિરાશી, ૫ ગાંગિલ, ૬ ગુહિલ, ૭ ગોષ્ટામાહિલ. • ૧ જમાલિ નિન્દવ-ઘણા સમય લાગે ત્યારે કાર્ય ઉત્પન્ન થાય પણ કરવા માંડયો તે કર્યો નહિ એવી બુદ્ધિવાળો, ર તિષ્ય ગુપ્ત તે છેલ્લો એક પ્રદેશી જીવ માને, અસંખ્યાત પ્રદેશી જીવ માને નહિ, ૩ આષાઢમતિ તે જીવ અજીવ નોજીવ ત્રિરાશી માનનાર. ૪ આસમંત તે કોણ જાણે સાધુ કોણ ને દેવતા કોણ, ૫ ગાંગેય તે એક સમયમાં બે ક્રિયા માનનાર ૬ ગુહિલ તે જીવકર્મનો બંધ માને, અબંધ માને નહિ, ૭ ગોષ્ટામાહિલ તે ક્ષણ ક્ષણ પ્રત્યે નવા જીવો માને.
સુખઃ ૧ જૈનધર્મની પ્રાપ્તિ, ૨ સારા શરીરવાળો, ૩ રોગ રહિત શરીર, ૪ ધર્મ કરનાર, ૫ સારા ઠેકાણે રહેનાર ૬ નિર્મળ પ્રણામ, ૭ પુન્ય કર્મના યોગે દુઃખથી મુક્ત.
સાધુ ભાષા: ૧ થોડું બોલે, ર મીઠું મધુર બોલે, ૩ વિચારીને બોલે, ૪ કામ પડયે બોલે, ૫ નિરવદ્ય વચન બોલે, ૬ કપટ રહિત બોલે, ૭ સૂત્ર સિદ્ધાંતને અનુસાર બોલે. • સાંભળવાના સાત પ્રકાર : ૧ બોલ્યા વિના સાંભળે, ૨ હુંકારો જીકારો દે, ૩ ઇચ્છ, ૪ વિશેષ ઈચ્છે, ૫ પૂછે, ૬ પ્રમાણ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે.
M૫૭)
- ૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org