________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સાથે પરાક્રમ કરવાથી કામ ફત્તેહ થાય છે. • તે ચારોના ઉપર ચાર દ્રષ્ટાંતો-૧ એક વખત એક મોલા હાથીને ખાવાની એક શીયાલને ઘણા દિવસથી ભાવના હતી. તેવામાં ત્યાં સિંહ આવ્યો તેને શીયાલે વિવેકથી, તેમજ ભક્તિથી, કહ્યું કે – આ મડદું તમારે ખાવા લાયક નથી, કારણ કે, તેને બીજાએ મારેલ છે. તે સાંભળી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. એવી રીતે સિંહ ઉત્તમ હતો, તેની સાથે શીયાલે વિવેક અને ભક્તિથી પોતાનું કામ ફત્તેહ કર્યું. ૨ એવામાં વળી પાછો ત્યાં વાઘ આવ્યો, તેને શીયાલે કહ્યું કે, આ હાથીને મારીને સિંહ ન્હાવા ગયેલો છે અને આને સાચવવા માટે મને રખવાળ તરીકે ઇંડાં રાખેલ છે, આવી રીતે કહેવાથી વાઘ ગયો, એવી રીતે શીયાલે બલવંત સાથે ભેદ કરીને, પોતાનું કામ ફત્તેહ કર્યું, ૩ ત્યાર બાદ ત્યાં ચિત્તો આવ્યો તેને શીયાલે કહ્યું કે આ વાઘનું ભક્ષ્ય છે, માટે થોડું તમે લ્યો, અને થોડું મને આપો. એમ કહીને થોડું તેને આપીને અને થોડું પોતે લઈને ચિત્તાને જાતો કર્યો. એવી રીતે નીચને કાંઇક આપીને શીયાલે પોતાનું કામ ફત્તેહ કર્યું, ૪ ત્યારબાદ ત્યાં શીયાલિયા આવ્યા તેઓને શીયાલિયાયે એવું પરાક્રમ બતાવ્યું કે, તેઓ તેનાથી ભયભીત થઈને શીઘ્રતાથી ત્યાંથી ચાલ્યા ગયા. એવી રીતે જે સમાન હતા, તેઓને શીયાલીયાએ પોતાનું પરાક્રમ દેખાડી ત્યાંથી હાંકી કાઢીને પોતાનું કામ ફત્તેહ કર્યું
શ્રાવકસાધુ ચૌભંગી-૧ કેટલાક હિતકારી, પણ પરલોક હિતકારી નહિ, ૨ કેટલાક શ્રાવક પરલોક હિતકારી, પણ ઇહલોક હિતકારી નહિ, ૩ કેટલાક શ્રાવક ઈહલોક હિતકારી, તથા પરલોક હિતકારી, ૪ કેટલાક શ્રાવક ઈહલોક હિતકારી નહિ તેમજ પરલોક હિતકારી નહિ.
M૩૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org