________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
મોટો તેમ સર્વ વ્રતમાં શીયલ મોટું, (૨) જેમ મણિ મોતી પ્રવાલાદિકની ઉત્પત્તિમાં રત્નાકર મોટો તેમ સર્વ વ્રતમાં શીયળ મોટું, (૩) તમામ રત્નોમાં ચિંતામણી રત્ન મોટું તેમ સર્વ વ્રતમાં શીયળ મોટું, (૪) આભૂષણોમાં મુકુટ મોટો, (૫) વસ્ત્રોમાં દેવદુષ્ય મોટું, (૬) પુષ્પોમાં કમલ મોટું (૭) ચંદનમાં બાવનાચંદન મોટું, (૮) ઓષધિથી ચૂલ હેમવંત પર્વત મોટો, (૯) નદીયોમાં સીતોદા મોટી, (૧૦) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર મોટો, (૧૧) ગોળ પર્વતમાં રૂચક પર્વત ચુડીઆકાર મોટો, (૧૨) હસ્તિયોમાં ઐરાવણ મોટો, (૧૩) ચતુષ્પદોમાં કેસરીસિંહ મોટો, (૧૪) નાગકુમારમાં ધરણેદ્ર મોટો, (૧૫) સુવર્ણકુમા૨માં વેણુકુમાર મોટો, (૧૬) સર્વદેવ લોકમાં પાંચમુંખ બ્રહ્મદેવલોક મોટું, (૧૭) સર્વ સભામાં સુધર્મસભા મોટી, (૧૮) દેવસ્થિતિમાં સર્વાર્થસિદ્ધિ દેવોની સ્થિતિ મોટી, (૧૯) રંગમાં ગળીનો રંગ મોટો, (૨૦) દાનમાં અભયદાન મોટું, (૨૧) સંઘયણમાં વજાઋષભના૨ાચ મોટું, (૨૨) સંઠાણમાં સમચતુરસંસ્થાન મોટું, (૨૩) જ્ઞાનમાં કેવળ જ્ઞાન મોટું, (૨૪) ધ્યાનમાં શુકલધ્યાન મોટું, (૨૫) લેશ્યામાં શુકલ લેશ્યા મોટી, (૨૬) દેવોમાં તીર્થંકરદેવ મોટા, (૨૭) ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્ર મોટું, (૨૮) પર્વતમાં ઉંચપણે મેરૂ મોટો, (૨૯) વનમાં નંદનવન મોટું, (૩૦) વૃક્ષમાં કલ્પવૃક્ષ મોટું (૩૧) સેનામાં ચક્રવર્તિની સેના મોટી, (૩૨) રથોમાં વાસુદેવનો રથ મોટો, તેમ સર્વેમાં શીયળ વ્રતમોટામાં મોટું છે.
ભાગ-૩ ફો-૧૨
Jain Education International
૧૬૩
For Personal & Private Use Only
www.jainelibrary.org