________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૧ કષાય સહિત, ૨ કષાય રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ કાયા સહિત, રે કાયા રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ સયોગી, ૨ અયોગી, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ લેશ્યા સહિત, ૨ લેડ્યા રહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ આહારી, ૨ અણાહારી, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ ભાષક-બોલનારા, ૨ અભાષક-નહિ બોલનારા, એ બે પ્રકારે સર્વ
જીવો છે. ૧ આગારી-ઘરવાળા, ૨ અનાગારી-ઘર વિનાના, એ બે પ્રકારે સર્વ
જીવો છે. ૧ સંસાર સમાપનગા-સંસારમાં રહેનારા, ૨ અસંસાર સમાપન્નગા
સંસારમાં નહિ રહેનારા, એ બે પ્રકારે સર્વ જીવો છે. ૧ સકર્મી-કર્મસહિત, ૨ અકર્મી-કર્મરહિત, એ બે પ્રકારે સર્વ જીવો છે.
શ્રણ પ્રકાર
ભુવન ત્રણ-૧ સ્વર્ગ, ૨ મૃત્યુ, ૩ પાતાલ. જિનમત રત્ન ત્રણ-૧ જ્ઞાન, ર દર્શન ૩ ચારિત્ર તત્ત્વ ત્રણ-૧ દેવ, ૨ ગુરૂ, ૩ ધર્મ. કાળ ત્રણ-૧ અતીત, ૨ અનાગત, ૩ વર્તમાન સમકિતના ભેદ ૩-૧ દીપક, ૨ રોચક, ૩ કારક. ગારવ ત્રણ-૧ ઋદ્વિગારવ, ૨ રસ ગારવ, ૩ શાતા ગારવ. યોગ ત્રણ-૧ માયાશલ્ય, ૨ નિયાણશલ્ય, ૩ મિથ્યાત્વશલ્ય. વિરાધના ત્રણ-૧ જ્ઞાનવિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org