________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
T સત્તર પ્રશ્નર
૧૭ પ્રકારી પૂજા : ૧ નીર, ૨ ચંદન, ૩ ચૂર્ણ, ૪ વસ્ત્ર, ૫ પુષ્પ, ૬ માળા, ૭ વર્ણ, ૮ પુષ્પગેહ, ૯ કુસુમ, ૧૦ વિલેપન, ૧૧ આભરણ, ૧૨ મંગળ, ૧૩ ધૂપ, ૧૪ ધ્વજ, ૧૫ ગીતગાન, ૧૬ નાટય, ૧૭ વાજીંત્ર.
૧ સુરભી ગંધોદકે પ્રતિમાજીને સ્નાત્ર પ્રક્ષાલન કરે, ૨ ચંદન, કેસર મીલાવી પ્રતિમાજીને નવ અંગે તિલક કરે, ૩ ચૂર્ણ-સુગંધિ દ્રવ્ય તથા કુંકુમાદિકથી વાસક્ષેપ પૂજા કરે, ૪ પ્રતિમાજીને ઉત્તમોત્તમ વસ્ત્ર પહેરાવે, ૫ વિકસ્વર શુદ્ધ સુગંધિ પુષ્પ પ્રતિમાજીને ચડાવે, ૬ ઉત્તમ પ્રકારના પુષ્પોથી ગુંથેલી માળા પ્રતિમાજીને ચડાવે, ૭ પાંચ વર્ણવાળા ફુલની પ્રતિમાજીને આંગી રચે, ૯ ફુલગૃહની રચનાત્મક ૯ પાંચ પ્રકારના પુષ્પનો ઢગલો કરે, પ્રતિમાજી પાસે, ૧૦ કપૂર સેલ્હારસ, કૃષ્નાગુરૂ દ્રવ્યોથી પ્રતિમાને વિલેપન કરે, ૧૧ મુકુટ, કુંડળ, કંદોરો, કડા, કંઠી, બાજુબંધ, ચિન્હાદિક ધારણ કરે, (પહેરાવે), ૧૨ પાંચ વર્ણોવાળા અખંડિત અક્ષતવડે કરી અષ્ટમંગળ આલેખે, ૧૩ અગર કૃષ્નાગુરૂ, આદિ સુગંધવર ધૂપ ઉખેવે, ૧૪ ધ્વજાનું આરોપણ કરે ધ્વજા ચડાવે, ૧૫ ઉત્તરરાગવડે કરી પ્રતિમાજી આગળ આલાપ સહિત ગીતગાન કરે, ૧૬ પ્રતિમાજી પાસે નાના પ્રકારે નાટારંભ કરે, ૧૭ વિવિધ પ્રકારના શંખ પણવ ભેરી વાજીંત્રો વગાડે, • સંયમના ૧૭ ભેદો : ૫ આશ્રવવિરમણ, ૫ ઇંદ્રિયનિગ્રહ, ૪ કષાયજય, ૩ દંડ વિરતિ. • શાસ્ત્રો : ૧ બુદ્ધિશાસ્ત્ર, ૨ છંદશાસ્ત્ર, ૩ અલંકારશાસ્ત્ર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ. ૭ વિદ્યા, ૮ વાસ્તુ ૯ વિજ્ઞાન, ૧૦ કલા,
૧૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org