________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ માણસ દેશકાળ પ્રમાણે ઉત્પન્ન થયેલો સર્વ કાર્યોને સાધે છે તે માણસ બગલાના જેવી એક જ વૃત્તિ વાળો કહેવાય છે.
૧00. ઘણું ખાનારો તેમજ સ્વલ્પને વિષે સંતોષ ધારણ કરનારો તેમજ સ્વલ્પ નિદ્રાવાળો તથા શીઘ્રતાથી ચેતી જનારો પોતાના સ્વામીનો રોટલો ખવરાવવાનો ભક્ત અને સૂરવીર આ છ ગુણો જેમ કુતરામાં હોય છે. તેવા ગુણો માણસોંમાં હોવા જોઇએ આવા ગુણવાળા માણસો દુનિયામાં લાયકાતવાળા ગણાય છે.
૧૦૧. નિરંતર વિશ્રાન્તિ વિના ભારતને વહન કરનારૂ તેમ ટાઢ તાપને નહિ જાણનાર નહિ ગણનાર તથા સંતોષી આ ત્રણ ગુણ ગધેડામાં હોય છે તે મનુષ્યમાં પણ હોવા જોઇએ.
૧૦૨. એકાંતે ગુપ્ત મૈથુન તથા ધૃષ્ટતા કરનાર તથા સમયે પોતાને રહેવાનું સ્થાન કરનાર તથા પ્રમાદ રહિત તેમજ આળસ રહિત આ પાંચ ગુણ કાગડામાં છે. તે પણ મનુષ્યોમાં હોવા જોઇએ. યુદ્ધ કરનાર તથા પ્રાતઃકાલમાં વહેલો ઉઠનાર તથા પોતાના બંધુઓના સાથે ભોજન કરનાર અને આપત્તિમાં પડેલી પોતાની સ્ત્રીનું રક્ષણ કરનાર આ ગુણો જેમ કુકડામાં હોય છે તેમ મનુષ્યોમાં પણ હોવા જોઇએ.
૧૦૩. પુરુષ ઘીના ઘડા સમાન અને સ્ત્રી અગ્નિના કુંડ સમાન કહેવાય છે. માટે ઘી અને અગ્નિને એક જગ્યાએ પંડિત પુરુષોએ રાખવાં નહિ. કારણ કે રાખવામાં આવે તો પ્રજવલિત થાય છે.
૧૦૪. રાત્રિની અંદર ચાલવું તે વિષ છે. તથા રાજાને અનુકુળ રહેવું તે પણ વિષ છે તથા પરને આધીન સ્ત્રી હોય તે પણ વિષ છે અને શરીરમાં નહિ જાણી શકાય તેવો વ્યાધિ રહેલ હોય તો તે પણ વિષ છે.
M૭૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org