________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શ્રાવકોના ગામોને વિષે આદિનાથજીથી વીર સુધીમાં ૨૪ નવીન જૈન પ્રાસાદો (જિનાલયો) કરાવ્યા. પ્રતિદિન ઉત્તમ સાધુઓને ઘી આદિક પ્રાસુક વસ્તુઓનું દાન દેવા માંડયું. છેડે નેવુ લાખ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપર્યું. શ્રી સ્વૈભણતીર્થે ભીમશેઠે નગર મધ્યે સ્થાપના અભાવથી નગર બહાર બહુ દ્રવ્યના વ્યયથી શ્રીખંડના કાષ્ટમય, દંતમય, થંભોથી યુક્ત પૌષધશાળા કરાવી ત્યારે બીજા લોકોએ કહ્યું કે વનમાં ભીલડા જ વાસ કરશે, ફોગટ બહુ દ્રવ્યનો વ્યય કર્યો. તેણે કહ્યું કે નહિ નહિ, કોઈ ખેદ પામેલ પોટલા ઉચકનાર વિશ્રાન્તિ કરશે, તથા કોઈ સામાયિક લઈ નમસ્કાર ગણશે તો પણ સર્વ વળી જશે, તે હાલમાં નગરની વૃદ્ધિથી નગર મળે આવી ગયેલ છે.
CT માનવ જન્મની સાર્થક્તા ) पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारश्च, मर्त्यजन्मफलाष्टकम् ॥१॥
ભાવાર્થ : પુજયની પુજા કરવી ૧, સર્વ પ્રાણિયો ઉપર કારૂણ્ય ભાવરાખવો ૨, સુપાત્રને વિષે દાન દેવું ૩, તીર્થયાત્રા કરવી ૪, જિનેશ્વર મહારાજ તથા પંચપરમેષ્ઠી મહારાજનો જાપ જપવો પ, શક્તિ અનુસાર તપ કરવો ૬, શ્રુતને ભણવું તેમજ ગુરૂ મુખથી શ્રવણ કરવું ૭, તથા પરોપકાર કરવો ૮, માનવ જન્મના આ આઠ મહા કિંમતી ફળો જે શાસ્ત્રકાર મહારાજે કહેલા છે.
C મનુષ્ય જન્મની નિરર્થક્તા
યત: न कयं दीणुद्धरणं न कयं साहमीआण वच्छलं । हिययंमि वीयरागो, न धारीओ हारीयो जम्मो ॥१॥
૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org