________________
(૫)
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ (૪) પૌષધમાં અગર આગલે દિવસે પૌષધ નિમિત્તે દેહ વિભૂષા
કરવી નહિ. પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવવા નહિ, અને પૌષધમાં
આભૂષણો પહેરવાં નહિ. (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા નહિ. (૮) પૌષધમાં શરીર ઉપરથી મેલ ઉતારવો નહિ. (૯) પૌષધમાં અકાલે શયન કરવું નહિ, નિદ્રા લેવી નહિ, રાત્રિને
વિષે બીજે પહોરે સંથારા પોરસિ ભણાવવીને નિદ્રા કરવી. (૧૦) પૌષધમાં સ્ત્રી સંબંધી સારી ખોટી કથા કરવી નહિ. (૧૧) પૌષધમાં આહારને સારો ખોટો કહેવો નહિ. (૧૨) પૌષધમાં સારી ખોટી રાજકથા યુદ્ધકથા કરવી નહિ. (૧૩) પૌષધમાં દેશકથા કરવી નહિ. (૧૪) પૌષધમાં પંજયા પ્રમાયા વિના વડીનીતિ લઘુનીતિ પરઠવવી
નહિ. (૧૫) પૌષધમાં કોઈની નિંદા કરવી નહિ. (૧૬) પૌષધમાં (વગર પોસાવાળા સાથે) માતા, પિતા, ભાઈ,
પુત્ર, સ્ત્રી વિગેરે સાથે વાર્તાલાપ કરવો નહિ. (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી નહિ. (૧૮) પૌષધમાં સ્ત્રીના અંગોપાંગ નીરખીને જોવા નહિ.
( પૌષધશાળા ઉપર દષ્ટાંતો ) પેથડદેના પિતા કનક જલધર બીરુદ ધારક દેદાશા કોઈ કાર્ય પ્રસંગે દેવગિરિમાં ગયા. ત્યાં ગુરુને નમવા ઉપાશ્રયે ગયા ગુરુને વંદન કરી એક જગ્યાએ બેઠા ત્યાં પૌષધશાળા બનાવવાનો વિચાર કરવા
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org