________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરનાર. આ ચારે ઉત્તમ શ્રાવકના લક્ષણો છે.
સ્વામિભાઈની ભક્તિ વિષે મેઘનાદનું દૃષ્ટાંત
આ પૃથ્વી તલને વિષે ભૂમિના અલંકારભૂત પર્વતોની શ્રેણિના સમાન મહાન જૈન પ્રાસાદો વડે કરી વિભૂષિત, ધન, ધાન્ય મણિ, મૌક્તિક અને વિશિષ્ટ વસ્ત્રો વડે કરી સંપૂર્ણ અને ખાસ વર્ણન કરવા લાયક ક્ષિતિપ્રતિષ્ઠિત નામનુંનગર હતું, તે નગરમાં ગુણ ગ્રામરૂપી મણિયોના નિઘાન સમાન મેઘનાદ નામનો રાજા વાસ કરતો હતો તે ન્યાયનીતિ વડે શાન્તિથી પ્રજાનું પાલન કરતો હતો. આ રાજા ઉપર કોઇ દેવ તુષ્ટમાન થયો અને કામિત સિદ્ધિ આપનાર એક કચોલું આપ્યું, તેકચોલાના પ્રતાપે સુવર્ણ, મણિ, માણિકય,હીરો, મૌકિતક, હીરાગલ વસ્ત્ર, ચંદન, બરાસ, અધર, કસ્તુરી વિગેરે માન રહિત તે પામ્યો, સુદૃઢ સમ્યકત્વ રૂપી કલ્પ વૃક્ષના ફલિતભૂત થવાથી તેમના સુખરૂપી અમૃતના સ્વાદ સમાન દિવ્ય ભોગફળને રાજા પામ્યોદેવતાઇ કચોલાના પ્રભાવથી મનુષ્યને વિષે પણ આ રાજા દેવતાઇ દાન લોકોને આપવા માંડયો તેનું કારણ પૂર્વે ઉપાર્જન કરેલો પુન્યનો જ પ્રભાવ જાણવો.
રાજા પોતાના શરીરના તેજના પિંડ સમાન નિરંતર દસ કોટી સુવર્ણના ટુકડાનું દાન દેવા માંડયો હજારો જિનેશ્વર મહારાજના પ્રાસાદો તેણે કરાવ્યા,તે જાણે સાક્ષાત્ મૂર્તિમાન તેની કીર્તિના સ્તંભરૂપ હોયની શું ? તે પ્રાસાદને વિષે શ્રેષ્ઠ વર્ણવાળીમણિમય અને સુવર્ણથી ઘડેલી લાખો પ્રતિમાઓ હતી તે પ્રતિમાનીસદેશ દુનિયામાં બીજી પ્રતિમાજીઓ ન હોતી. એવી સર્વે તીર્થંકરોની સ્વ વર્ષાંકિત અને કાન્તિના પ્રાગ્માર વાળી પ્રતિમાઓને રાજાએ સ્થાપન કરી. તે જિનેમંદિરોને વિષે રાજા જાણે પોતાના પૂર્વ ભવના
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org