________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૫૧. જે માણસ પોતે વ્યસની છતાં બીજાને ઉપદેશ દેવા જાય છે. તેનો બોધ લાગતો નથી માટે પ્રથમ તું તારૂ ઘર સંભાળ અને પછી બોધકર કે તેની અસર જરૂર બીજાસામા માણસને થઇ શકશે.
પર. ગુણગણધારક મુનિ મહારાજાઓની નિંદા કરી નિંદક વર્ગ સ્વપૂન્ય કર્મને ક્ષીણ કરી દુર્લભ બોધીપણાને પામે છે.
૫૩. પરની નિંદા કરતાં પોતાનાલક્ષણો અને કોટી દુર્ગર્ણોની નિંદા કરવાથી મલીન એવો પોતાનો આત્મા પવિત્ર થાય છે.
૫૪. વીરશાસન તથા તેમને પગલે ચાલનારા મુનિ મહારાજાઓનું તથા શ્રીવીર સિદ્ધાંતોનું ઉત્પાદન કરનાર મહા મિથ્યાત્વી કહેવાય છે.
૫૫. તું યાદ રાખજે કે જયાં સુધી સ્ત્રીઓના ટોળામાં તું વાસ કરીશ ત્યાં સુધી અધ્યાત્મ જ્ઞાન અને યોગીપણુ તને કદાપિ પ્રાપ્ત થનાર નથી.
પ૬. જયાં સુધી અભ્યન્તર કષાયોને શેકેલ નથી ત્યાં સુધી મહાત્માપણું તને આવનાર નથી તેમજ તેને કોઈ મહાત્મા માનનાર પણ નથી પછી તારા મનમાં મહાત્માની બડાઈ તું રાખે તો તને કોઈ અટકાવનાર નથી.
૫૭. ધર્મ વિરૂદ્ધ ભલેને તુ ગમે તે પ્રકારના પ્રયત્નો કરીશ પણ કદી ફાવી શકનાર નથી, કદાચ પ્રથમ ફાવી જઇશ તો પણ પરમાત્માના અધિષ્ઠાયકો છેવટે પણ તને પછાડશે તેમાં લગાર માત્ર જુઠું માનીશ નહિ.
૫૮. દુનિયામાં તુ જન્મ્યો છે તે વર્ણાક્ષરોનું વર્ણન કરવાની તારે ઇચ્છા હોય તો દુર્બુદ્ધિ ત્યાગ કરી મહાત્મા સજ્જનોની સંગતિ કરજે.
૧૨૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org