________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સંપન્ન અને સદાચાર જ જીવન કહેવાય છે પરંતુ તેનાથી વિપરીત જીવો જીવતા હોવા છતાં પણ મરણ પામેલાની ગણત્રીમાં ગણાય છે.
૫૦. સદાચારીને સદા સારા આશીષ મળે છે ધન્યવાદ મળે છે અને વિરૂદ્ધાચારીને અપ્રમાણિકપણાનું ટાઈટલ પ્રાપ્ત થાય છે.
૫૧. સદાચારીયોની આશા આનંદરૂપ નીવડશે અને અનાચારીયોની આશા નાશ પામશે.
પર. નુકશાન માત્ર અનાચારીને જ, પણ સદાચારીને નથી.
પ૩. ડાહ્યા પુરૂષો વિદ્યાનું પણ ઢાંકણ રાખે છે, પરંતુ મૂર્ખાનું અંતઃકરણ પણ તેની મૂર્ખતા પ્રગટ કર્યા સિવાય રહેતું નથી.
૫૪. ડાહ્યો માણસ હિત, મિત અને પથ્ય વચન બોલી પ્રશંસા પાત્ર બને છે ત્યારે મૂર્ખ માણસ મૂર્ખતા યુક્ત શબ્દો બોલી હાસ્યાસ્પદ બને છે.
૫૫. નીતિવાનું સદા તૃપ્ત અને અનીતિવાદ સદા ભુખ્યો જ રહે છે જે ડાહી સ્ત્રી હોય તે જ પોતાનું ઘર બાંધે છે પણ મૂર્ખ સ્ત્રી પોતાના ઘરને પોતાના હાથથી જ તોડી પાડે છે.
પ૭. પોતાની નેકટેકમાં તથા ન્યાયીપણામાં તેમજ ચતુરાઈ યુક્ત વર્તનમાં અને સત્ય ઈન્સાફમાં જીવો સાચી કેળવણી મેલવવા ભાગ્યશાળી બને છે.
૫૮. દ્રવ્યના લોભી જીવો હોય છે તે કુટુંબાદિ સર્વનો તથા પોતાના માલીકનો પણ પ્રાણ લેવા ચુકતા નથી.
૫૯. જો પોતાની શક્તિ પરનું હિત કરવાની જ હોય તો તેને ગોપવી રાખવી નહિ પરંતુ પાડોશીને જ્ઞાતિને જાતિને કુટુંબને અને દુનિયાના દુઃખી જીવોને એવી રીતે મદદ કરવીકે પોતાનો અમર આત્મા દુનિયામાં અમર યશ પ્રાપ્ત કરનાર નીવડે.
M૧૦૪
(૧૦૪
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org