________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પ્રત્યુપકાર થઈ શકે તેમ નથી.
૩. માબાપની આજ્ઞાને જે જીવો મસ્તકે ચડાવશે તથા તેની હિત શિક્ષાને કાને ધારણ કરશે. અને અમુલ્ય એવા તેના જ્ઞાનમય વચનોને પોતાના હૃદયરૂપ પટારામાં ભરી રાખશે તો અવસરે ભૂમીમાં દાટેલા નિધાનની પેઠે પંડિતની વિદ્યાની પેઠે ભવિષ્યમાં હજુ ગુણકારી, લાભકારી હિતકારી થઈ મનુષ્ય જન્મની કિંમત અંકાવી ઈહલોક અને પરલોકમાં દિવ્ય સહાયકારી બની રહેશે.
૪. માબાપે દીકરાઓને બોધ કરી કૃપા તથા સત્ય તેમને ગળે બંધાવવાં, સુજ્ઞાન તેણે કર્યે સ્થાપન કરવું વિવેકરૂપી હાર તેના કંઠસ્થને વિષ ધારણ કરાવવો અને અને લોભરૂપી રાક્ષસનો એવો ત્રાસ બતાવવો કે આ જીંદગીમાં ફરીથી તેનું સ્વમાંતરમાં પણ નામ ન લે તેમ કરવું.
૫. માબાપની આજ્ઞા માનનારા જીવોને રાત્રિએ મીઠી નિંદ્રા પ્રાપ્ત થાય છે અને કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી.
૬. માબાપે દીકરાઓને શિક્ષા આપવી કે જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર મારી શિક્ષા ભુલી ન જા, મારા મુખમાંથી ઉચ્ચારેલા એક પણ શબ્દ થકી વિપરીત માર્ગે તું તારું મન ન દોર, તું સત્ય કમાણી કર તું સત્ય બોલ, તું સત્ય કાર્ય કરી જનવલ્લભ થા પુચકાર્ય કરી દેવગણને માનીતો થા તું પરમાત્માનેરાજી કરી ત્રિલોકમાં પ્રતિષ્ઠિત થઇ પરમાત્મપદ પ્રાપ્ત કર એવી રીતે માબાપે દીકરાઓને પાપમાર્ગને જલાંજલી દેતાં શીખવવું અને ઉંચી પદવી પ્રાપ્ત કરે તેવી બુદ્ધિ આપવી.
૭. માબાપે દીકરીને કહેવું કે દુર્જન માણસો બીજાને નુકશાન કર્યા સિવાય નિદ્રાને ધારણ કરતા નથી કારણ કે દુષ્ટતા કરવી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org