________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૨૩૭. વેશ્યાને સારી ભાવના હોતી નથી તથા લક્ષ્મીની સ્થિરતા હોતી નથી. તથા મુર્ખ માણસોને વિવેક હોતો નથી અને કરેલ કર્મો ભોગવ્યા વિના નાશ થતો નથી.
૨૩૮. જો તમારે મુર્ણપણાની ઈચ્છા હોય તો ગામડામાં ફક્ત ત્રણ જ દિવસ વાસ કર કારણ કે જયાં નવીનની પ્રાપ્તિ નથી ને પૂર્વે ભણેલું વિનાશ થાય છે.
૨૩૯ જ્ઞાનના દાનથી માણસ જ્ઞાનવાન થાય છે અને અભયદાન આપવાથી નિર્ભય થાય છે. અન્નદાનથી નિરંતર સુખી થાય છે.તથા ઔષધના દાનથી નીરોગી થાય છે.
૨૪૦. જેવા હાડ હોય તેવો પૈસો તથા ચામડી હોય તેવા ભોગો તથા આંખ હોય તે પ્રમાણે સ્ત્રી હોય તથા જેવી ગતિ હોય તેવાં વાહનો તથા જેવો સ્વર હોય તેવી આજ્ઞા હોય અને સત્યને વિષે સર્વ રહેલ હોય છે.
૨૪૧. વાણીયો, વેશ્યા, ચોર, જુગારી, પરસ્ત્રી તથા દ્વારપાલ અને કૌલ-નીચ જાતિનો માણસ આ સાતે અસત્યનાં ઘર હોય છે.
૨૪૨. શરદ ઋતુમાં જે પાણી પીવામાં આવે છે તેથી તથા પોષ માસ તથા મહા માસમાં જે ખાવામાં આવે છેતેથીતથા જેઠ અને અસાઢ માસમાં નિદ્રા કરવામાં આવે છે તેથી તેના જ બળથી મનુષ્યો જીવે છે. આવું નીતિનું વચન છે.
- ૨૪૩. સભ્યો તેરમે વર્ષે સાતમે માસે સાતમી રાત્રી ભીમરથી નામની કહેલી છે. તે કાઢવી મનુષ્યોને દુષ્કર હોય છે.
૨૪૪. સોમવારે અમાવાસ્યા, તથા રવીવારે સાતમે, તથા મંગળવારે ચોથ, હોય તો અક્ષયમાં અક્ષય જાણવી તેમ જ્યોતિષશાસ્ત્ર વેત્તા કહે છે.
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org