________________
પ૭
દેશનાચિંતામણિ ] સમુદ્દઘાતમાં વિસ્તાર પામેલા આત્મપ્રદેશોની સાથે સંબદ્ધ વેદનીયાદિ કર્મ પુદ્ગલે અ૫કાલે ક્ષય પામે છે, અનુક્રમે આયુષ્યની જેટલી સ્થિતિ રહી છે, તેટલી સ્થિતિવાળા વેદનીય વગેરે કર્મો કરાય છે. જેથી આયુષ્યના અંત સમયની સાથે કર્મક્ષયની ક્રિયા પૂર્ણ થતાં મુક્તિના અવ્યાબાધ સુખને અનુભવ થાય છે. (૩૫) ૮૭
જેવા ગુણે તેવા ગુણી એવી વ્યાપ્તિને સમજાવે છે – જેવા ગુણે તેવા ગુણ જિમ આતમા જ્ઞાનાદિને,
અરૂ૫ ગુણ આધાર અરૂપી સરૂપ સરૂપાથદિને; રૂપાદિને આધાર જિમ તનુ આદિ તિમ સર્વત્ર એ,
વ્યાપ્તિ ઘટતી માનીએ જિનવચન દીપક ધારીએ. સ્પષ્ટાર્થ–પ્રશ્ન–જ્ઞાનાદિ ગુણેને આધાર શરીર કહેવાય કે નહિ?
ઉત્તર–જેવા ગુણે હય, તેવા જ ગુણી લેવા જોઈએ અથવા ગુણે અરૂપી હોય તે ગુણી પણ અરૂપી હોય છે અને ગુણે રૂપી હોય તે ગુણ પણ રૂપી હોય છે. જેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણે અરૂપી છે તે ગુણી એટલે ગુણવાળો જે આત્મા તે પણ અરૂપી જાણ. અથવા ગુણી અરૂપી હોય તે તેના ગુણે પણ અરૂપી હોય છે, માટે આત્મા તેમજ આત્માના ગુણે અરૂપી જાણવા. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેય તે રૂપી જાણવા અને જેમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ ન હોય તે અરૂપી જાણવા માટે સરૂપી દ્રવ્ય એટલે માટી, પથ્થર વગેરે પુદ્ગલે જેઓ રૂપી છે તેના ગુણો પણ રૂપી જાણવા. માટે રૂપાદિ ગુણોને આધાર શરીર વગેરે છે તેમ સર્વ કેકાણે એ પ્રમાણે વ્યક્તિ જાણવી. તેથી જ્ઞાનાદિ અરૂપી ગુણેને આધાર આત્મા છે પરંતુ શરીર નથી. વળી ગુણ સિવાય ગુણે એકલા હેતા નથી. ગુણના આધાર વિના એકલા ગુણે રહી શકતા નથી. માટે ગુણ ગુણને સંબંધ અનાદિ કાલને ચાલ્યો આવે છે એમ જિનેશ્વર ભગવંતના વચને રૂપી દીવાના પ્રકાશથી જાણી શકાય છે. (૩૬) ૮૮
કર્મબંધ થવાના હેતુ તથા બંધના પ્રકાર જણાવે છે – કક્ષાયાદિક હેતુથી બંધાય કમે મધ્ય એ,
કર્મબંધક જીવ ભેદે કર્મના ચઉ જાણિએ પ્રતિ સ્થિતિ રસ પ્રદેશ માદક ઉદાહરણ વિચારીએ,
અનુભવાએ સર્વ કર્મપ્રદેશ સંચય નિશ્ચયે. સ્પષ્ટાથ–પ્રશ્ન–બાંધેલું કર્મ અવશ્ય ભેગવવું પડે તે કેવી રીતે ?
ઉત્તર–જે બંધાય તે બધ્ય કહેવાય. કર્મો બંધાય છે માટે તે અધ્ય કહેવાય છે. મા કર્મબંધ થવાના કષાયાદિક ચાર કારણે એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org