________________
વિજયપત્રસૂરિકૃતકારણ કે આ યુગલિયા જેમાં કષાયાદિક એટલે રાગ, દ્વેષ, કલહ, લેભ વગેરેની ઘણી અલ્પતા હોય છે. એટલે તેઓ ઘણું સરળ સ્વભાવના, મમત્વથી રહિત અને સંતોષી હેય છે. તેથી તેઓ મંદ કષાયી, શુભ પરિણામી હોય છે. આથી તેઓ મરીને દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેમાં પણ અહીં જે યુગલિયાપણામાં જેટલું આયુષ્ય હોય છે તેટલા આયુષ્યવાળા દેવ થાય અથવા તેથી ઓછા આયુષ્યવાળા દેવ થાય, પરંતુ તેથી અધિક આયુષ્યવાળા દેવ થતા નથી. યુગલિયાનું વધારેમાં વધારે આયુષ્ય ત્રણ પાપમનું હોય છે તેથી દેવતામાં પણ તેમનું વધારેમાં વધારે આયુષ્ય ત્રણ પત્યેપમનું હોય છે, પરંતુ તેથી વધારે હોતું નથી. દેવપણામાં પણ તેઓ ભુવનપતિ, વ્યન્તર અને તિષિ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, પરંતુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થતા નથી, કારણ કે વૈમાનિકમાં ઓછામાં ઓછું આયુષ્ય પણ ત્રણ પલ્યોપમથી વધારે હોય છે. (૭)
[ પ્રશ્ન:–દેવતા તથા નારકી મારીને કઈ ગતિમાં જતા નથી?
ઉત્તર:–દેવતા મરીને દેવ થતા નથી તેમ દેવતા મરીને નારકી પણ થતા નથી, કારણ કે પુણ્ય કર્મની અધિકતાવાળા જ મુખ્યતાએ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, અથવા જેઓએ મનુષ્યના ભવમાં સમતિ સહિત દેશથી કે સર્વથી ચારિત્રનું પાલન કર્યું છે તેઓ દેવાયુ બાંધીને દેવલોકમાં પુણ્યકર્મોના ફલ ભેગવે છે એટલે ત્યાં જઈને પુણ્યના ફલે ભેગવીને પુણ્યાઈ ઓછી કરે છે, પરંતુ ત્યાં તેઓ અવિરતિ હોવાથી નવા અધિક પુણ્ય કર્મોને બાંધી શકતા નથી અને અધિક પુણ્ય કર્મો નહિ બાંધતા હોવાથી ફરીને તરત જ દેવપણે ઉપજતા નથી. તેમજ દે મરીને નારકી પણ થતા નથી, કારણ કે જે છ સંકલેશ પરિણામથી મહાપાપારંભ વગેરે કરીને ઘણું અશુભ કર્મો બાંધે છે, તેઓ તે અશુભ કર્મોને ભોગવવા નારકપણે ઉપજે છે, પરંતુ દેવભવમાં મહાપાપારંભ વગેરે નહિ હેવાથી દેવ મરીને સીધા નરકમાં પણ જતા નથી.
હવે નારકી મારીને નારકી પણ થતા નથી તેમજ તેઓ મરીને દેવકમાં પણ જતા નથી, કારણ કે જેઓ પાપ વડે ભારે કર્મી થએલા છે તે જ પાપકર્મોને ભેગ. વવા નરકમાં જાય છે, ત્યાં તેઓ અકાળ નિર્જરા વડે ઘણું દુઃખ-ખેદ પૂર્વક તે પાપ કર્મોને ભેગવીને ખપાવે છે એટલે તેઓનાં પાપકર્મો ઘણાં ઓછાં થવાથી ફરીને તરત જ નરકમાં ઉપજતા નથી. તેમજ દેવભવમાં ઉત્પન્ન થવા માટે અધિક પુણ્યાઈ જોઈએ તે તેઓ નરકમાં રહીને મેળવી શકતા નથી, કારણ કે ગ્રતાદિની આરાધનાથી જ તેવી પુણ્યાઈ મળી શકે છે. તે તે ત્યાં નરકમાં હોય જ નહિ, માટે નરકમાંથી નીકળીને સીધા દેવલોકમાં પણ તે જઈ શકતા નથી. ૫૭_
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org