________________
દેશનાચતામણિ ] બારમાં બે દેવલેકે આયુ ગુરૂ સવિ ઇંદ્રનું, જયન્ય ને ઉત્કૃષ્ટ આયુ શેષ દેવાદિતણું.
૫૬ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –દેવલેકમાં દેવીએ સર્વત્ર હેય કે કેમ?
ઉત્તર:–ચાર પ્રકારના દેવ કહેલા છે. તેમાં ભુવનપતિ, વ્યન્તર અને તિષમાં દેવ અને દેવી એમ બે પ્રકાર કહેલા છે. અથવા આ ત્રણમાં દેવીઓની ઉત્પત્તિ અવશ્ય થાય છે. વૈમાનિક દેવને વિષે બે ભેદ કહેલા છે:–૧ કપપપન અને બીજા કપાતીત. તેમાં ક૯પપનમાં બાર દેવક જાણવા અને કલ્પાતીતમાં નવ વેયક અને પાંચ અનુત્તરના ભેદ જાણવા. જ્યાં સ્વામી સેવક ભાવ રહેલું છે તે દેવે કહ૫૫ન જાણવા અને કલ્પાતીત તે સ્વામી સેવક ભાવ રહિત અથવા અહમિંદ્ર દેવે જાણવા. બાર દેવલોકમાંથી પ્રથમના બે દેવલેક એટલે સૌધર્મ દેવલેક અને બીજા ઈશાન દેવલેક એમ બે દેવલોકમાં જ દેવીઓની ઉત્પત્તિ થાય છે, પરંતુ ત્રીજાથી બારમા સુધીના દશ દેવલેક તેમજ કલ્પાતીત દેવલેકમાં દેવીઓની ઉત્પત્તિ થતી નથી. (૫)
પ્રશ્ન –દેવેનું તથા ઈન્દ્રોનું આયુષ્ય સરખું હોય કે ઓછુંવત્તું?
ઉત્તર:–જે જે દેવલોકમાં જે જે ઈન્દ્ર કહેલા છે તે તે ઈન્દ્રનું તે દેવલેકમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય કહેલું છે તેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. અથવા દરેક પ્રકારના ઈન્દ્રનું તે દેવલેકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. ભાવાર્થ એ કે ઈન્દ્રોનું જઘન્ય કે મધ્યમ આયુષ્ય હોતું નથી. બાકીના દેવાદિક એટલે ઈન્દ્ર સિવાયના બાકીના દેવ તથા દેવીઓનું જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારનું આયુષ્ય જાણવું. (૬) ૫૬
યુગલિયા મરીને દેવ થાય તેમજ દેવ નારકી મારીને દેવ નારકી થતા નથી તેનું કારણ બે શ્લોકમાં જણાવે છે – યુગલિયા જ મરીને ભવ અનંતર સુર બને,
કષાયાદિક હીનતાથી નિરય તિરિ નર ના બને; દે એવીને ભવ અનન્તર નારકી સુર ના બને,
નારકી પણ ભવ અનન્તર નારકી સુર ના બને. ૫૭) સ્પષ્ટાર્થ –પ્રશ્ન –સુગલિક છે મરીને કઈ ગતિમાં જાય?
ઉત્તર:- ગલિયા છે એટલે યુગલિયા મનુષ્ય અને યુગલિયા તિર્યંચે મરીને અવશ્ય દેવ થાય છે, પરંતુ તેઓ મરીને સામાન્ય મનુષ્યપણે કે યુગલિયા મનુષ્યપણે તેમજ યુગલિયા તિર્યચપણે કે સામાન્ય તિર્યચપણે તેમજ નારકીપણે ઉત્પન્ન થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org