________________
૪.
શ્રીવિજયપદ્યસૂરિકૃતજવામાં કઠીન) કહેલી છે, તેથી આપણે તે કેવી રીતે સમજી શકીએ. વળી હે પ્રભુ! તમે મુક્તિના સુખને ભોગવે છે તે છતાં તમે વિરાગી ગણાઓ છે, એ પણ માટે વિરોધાભાસ છે. જે સુખને ભેગવે છે તે રાગી ગણાય છે પરંતુ તમે તે મેક્ષનાં સુખે ભોગવે છે છતાં વિરાગ્યવાળા છે અથવા આસક્તિ વિનાના છે. અને તમે શત્રુ ગણું એટલે રાગ દ્વેષ મહ અજ્ઞાન વગેરે શત્રુઓને હણે છે એટલે નાશ કરે છે, તે છતાં તમે અદ્વેષ ગુણને ધારણ કરનારા છે અથવા તમે અષી ગણાઓ છે. આ પણ મોટે વિરોધાભાસ અલંકાર જણાવ્યું છે. શત્રુઓને હણવામાં મુખ્ય કારણ છેષ હોય છે, પરંતુ તમે તે દ્વેષ રહિત છે છતાં શત્રુઓને હણે છે. ૪૭. આ જોઈ એમ જણાય તુજ આશ્ચર્યકર મહિમા દીસે,
જિગીષા વિરહિત છતાં વિજયી વર ત્રિભુવન વિષે; પામર જને ન કલી શકે ચતુરાઈ મોટા ગુણિ તણી, લીધું ન દીધું કેઇને કંઈ તેય પ્રભુતા આપની.
૪૮ સ્પષ્ટાથે આ પ્રમાણે તમારે અદ્ભુત પ્રભાવ જોતાં એમ જણાય છે કે તમારો મહિમા આશ્ચર્યકર એટલે મોટા આશ્ચર્યને કરનારો છે. વળી હે પ્રભુ! તમે જિગીષા એટલે જીત મેળવવાની ઈચ્છા વિનાના છે, તે છતાં પણ તમે ત્રણ ભુવનને વિષે વિજયીવરા એટલે સૌથી મોટી જીત મેળવનારા છે. કારણ કે બીજા પરાક્રમી ગણુએલા પુરૂષોએ ફક્ત બાહ્ય શત્રુઓ ઉપર જીત મેળવી છે, ત્યારે તમે તે અભ્યન્તર શત્રુઓ ઉપર જીત મેળવી છે. માટે જ કહ્યું છે કે મોટા ગુણવાન પુરુષોની ચતુરાઈને અમારા જેવા પામર જીવે સમજી શક્તા નથી. વળી હે પ્રભુ! તમે કેઈની પાસેથી કાંઈ લીધું નથી તેમ કેઈને કાંઈ આપ્યું નથી તે છતાં આપની પ્રભુતા વાસ્તવિક ગણાય છે એ પણ મોટું આશ્ચર્ય છે. ૪૮ જોઈ આવું એમ માનું પૂજ્ય વર શાનિ તણી,
આશ્ચર્યને પ્રકટાવનારી સવિ કલા હિતકારિણી; બીજા જનાએ દેહ કેરા ત્યાગથી પણ કહ્યું ન જે,
પ્રભુચરણ પીઠ પર લેટતું આશ્ચર્યકારક સુકૃત તે.
સ્પષ્ટાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે મોટા આશ્ચર્યને કરનારા તમને જાણીને હું એમ માનું છું કે પૂજનિક એવા ઉત્તમ જ્ઞાની પુરૂષની સઘળી કળાએ આશ્ચર્યને પ્રગટ કરનારી તેમજ હિતને કરનારી છે. કારણ કે બીજા મનુષ્યોએ પિતાના શરીરને ત્યાગ કરવા સુધીના ત્યાગથી પણ જે પુણ્ય કર્મ પ્રાપ્ત કર્યું નથી એવું આશ્ચર્યકારી તે પુણ્ય કમ હે પ્રભુ! તમારા ચરણ કમલને વિષે આળોટે છે. એટલે કે એવા ઉત્તમ પ્રકારના પુજય કમને તમે પ્રાપ્ત કર્યું છે. ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org