________________
દેશનાચિંતામણિ ]
દીક્ષા વખતે પ્રભુને મન:પર્યવ જ્ઞાન થાય છે તે જણાવે છે – છઠ્ઠ તપધર કાર્તિક વદ તેરસે ચિત્રા અને, - કન્યા પ્રવર અપરાહકાલે પદ્મપ્રભ તીર્થ કરે; પાછલી વય સહસવૃપ૯ સહ ચ૦ કરી ચારિત્રને,
સ્વીકારતા તે સમય પામે મન પર્યવ જ્ઞાનને. સ્પષ્ટાર્થ –તે વખતે પ્રભુએ છઠ્ઠ તપ અથવા બે ઉપવાસ (૬૩) કર્યા હતા. તે કારતક માસની વદ તેરસને (૬૪) દિવસ હતો. તે દીક્ષાના અવસરે ચિત્રા (૬૫) નામનું નક્ષત્ર હતું અને ઉત્તમ કન્યા (૬૬) નામની રાશિ હતી. તે કાતિક વદ તેરસે દિવસના પાછલા ભાગમાં (૬૭) પદ્મપ્રભુ તીર્થકરે પાછલી વયમાં (૬૮) એક હજાર રાજાઓ (૨૯) સાથે દીક્ષા લીધી. પ્રભુએ પિતે પંચમુષ્ટિ લોચ (૭૦) કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જે વખતે પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું તેજ વખતે તેમને ચેાથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું અને ત્રણ જ્ઞાનીને બદલે ચાર જ્ઞાની થયા. ૪૧
પ્રભુએ બીજે દિવસે પારણું કર્યું અને પાંચ દીવ્ય પ્રગટયાં તે કહે છે – દેવદૂષ્ય૨ જાવજwવશ્ય બીજે દિવસ૪ બ્રહ્મસ્થલપુરેપ
સોમદેવ પરમાન્૭ હેરી પદ્મપ્રભ પારણું કરે; દિવ્ય% સુર પ્રકટાવતા નૃપ તે ભાવે શિવ૦૯ પામતા,
વસુ વૃષ્ટિ સાડી બાર કેડીસેમદેવ રચાવતા.
સ્પષ્ટાર્થ –પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્ર મહારાજાએ પ્રભુના ખભા ઉપર દેવદૂષ્ય (૭૨) વસ્ત્ર સ્થાપન કર્યું અને તે વસ્ત્ર પ્રભુ પાસે જાવજીવ (૭૩) સુધી રહ્યું એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. દીક્ષા લઈને પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને બીજે દિવસે (૭૪) બ્રાસ્થલ નામના (૭૫) નગરને વિષે સેમદેવ નામના રાજાને ત્યાં (૭૬). પરમાન (૭૭) એટલે ખીર બહેરીને શ્રીપદ્મપ્રભ દેવે છ૬ તપનું પારણું કર્યું. તે વખતે દેવોએ આકાશમાં પાંચ દિવ્ય ૭૮) પ્રગટ કર્યા. પ્રભુને પારણું કરાવનાર તે રાજા તેજ ભાવમાં (૭૯) ક્ષે ગયા. પ્રભુએ પારણું કર્યું તે વખતે એમદેવ રાજાને ત્યાં દેવેએ સાડા બાર ક્રોડ સેનૈયાની (૮૦) વૃષ્ટિ કરી. ૪૨
પ્રભુને છદ્મસ્થ ભાવ જણાવી પ્રભુને ક્યાં તથા કયારે કેવલજ્ઞાન થયું તે બે àકેમાં જણાવે છે – રત્નપીઠ પારણથલે છદ્મસ્થ ભાવે વિચરતા,
આર્યભૂમિ ૨ માસ ષટલ કૌશાંબી-૪ સહસા જતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org