________________
૧૮
[ શ્રીવિજયપધસૂરિકૃતપ્રભુનું પદ્મપ્રભ નામ શાથી પડ્યું તે જણાવે છે – કૃત્ય દશ શકેન્દ્ર પ્રભુને મુકતા માતા કને,
સ્વર્ગે જતાં પ્રભુ પદ્યની જિમ નિર્મલા ધુર અર્થ એ પદ્ય લંછન પદ્મશગ્યા દોહલે બે કારણે,૩૮ જનક થાપે હર્ષથી શ્રીપદ્રપ્રભ૩૯ અભિધાનને,
૩૫ સ્પષ્ટાર્થ –પ્રભુના સ્નાત્ર મહોત્સવ વખતે શક્રેન્દ્રનાં જે દશ કાર્યો (૩૬) કહેલાં છે, તે પણ પ્રથમના ભાગમાં કહ્યા છે, તેથી અહીં જણાવ્યા નથી. સ્નાત્ર મહત્સવ પ્રસંગે એ દશ કાર્યો કર્યા પછી શકેન્દ્ર પ્રભુને માતાની પાસે મૂકે છે અને ત્યાર પછી તે પોતાના સ્વર્ગમાં એટલે સૌધર્મ દેવલોકમાં જાય છે. તથા “પદ્મપ્રભ” નામને સામાન્ય અર્થ એ છે કે પ્રભુનું શરીર કમલ જેવું નિર્મલ હતું એનામને પ્રથમ અર્થ જાણ. (૩૭) વળી પ્રભુ ના શરીરે કમલનું લંછન હતું, તે કારણથી તથા પ્રભુ જ્યારે માતાની કુક્ષીમાં હતા ત્યારે માતાને પદ્મશય્યામાં શયન કરવાને દેહલે ઉત્પન્ન થયે હતે. (૩૮) આ બે વિશેષ કારણથી પ્રભુના પિતા ધર રાજાએ પ્રભુનું પદ્મપ્રભ (કમલ સરખી કાન્તિવાલા એવું) નામ હર્ષ પૂર્વક પાડયું. આ રીતે “પપ્રભ” નામને વિશેષાર્થ જાણ. (૩૯) ૩૫
પ્રભુના વંશ ગૌત્ર રૂપ તથા બલનું વર્ણન કરે છે – પ્રભુને ફણ નહિ જ્ઞાન ત્રણ ઇગ સહસ ને અડ લક્ષણ,૪૨
ઇક્વાકુ કાશ્યપ ગોત્રજભૂષણ પદમપ્રભ મહિમા ઘણે; સ્વર્ગધાત્રી લાલને સુર કુંવર સાથે ક્રીડતા,
વિશિષ્ટાન્નાહાર” સત્કૃષ્ટ રૂપ બલ ધારતા. ૩૬
સ્પષ્ટાર્થ –પ્રભુને મસ્તક ઉપર ફણ (૪૦) હોતી નથી. વળી પ્રભુને પૂર્વ ભવથી સાથે આવેલાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ પ્રથમના ત્રણે જ્ઞાન (૪૧) હોય છે. વળી પ્રભુના શરીરને વિષે એક હજાર ને આઠ (૪૨) લક્ષણે હોય છે. પ્રભુને ઈવાકુ નામને વંશ (૪૩) અને કાશ્યપ નામનું ગોત્ર (૪૪) હેવાથી કાશ્યપ શેત્રને વિષે ભૂષણ એટલે અલંકાર સરખા શ્રી પદ્મપ્રભુ નામના છઠ્ઠા તીર્થકરને ઘણે મહિમા અથવા પ્રભાવ હતે. પ્રભુને માટે ઈન્દ્ર મહારાજે સ્થાપન કરેલ દેવાંગનાઓ રૂપી ધાવ માતાએથી લાલન કરાતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે વખતે દે નાના બાળકનું રૂપ કરીને પ્રભુની સાથે કીડા કરવાને આવતા હતા. પ્રભુને બીજા મનુષે કરતાં વિશેષતાવાળા અને આહાર (૪૫) હતે. વળી પ્રભુનું રૂપ (૪૬) બીજા બધાં કરતાં ચઢીયાતું હતું. તેમજ પ્રભુનું બલ (૪૭) પણ સૌથી વધારે હતું. ૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org