________________
દેસાના ચિંતામણિ ]
જેવું શોભાયમાન છે. આવા અનેક કારણથી હે પ્રભુ! તમે કમળના ઘર જેવા છે. આપના પ્રભાવથી મારો ભાવ રૂપી સમુદ્ર જાનુ પ્રમાણ એટલે જલદીથી અળગાય તે થશે. અને તમારી સેવા એટલે ભક્તિ તેજ સાચી સેવા છે એવું જાણુને મારો આત્મા આપની ભક્તિમાં લીન થશે. ૩૨ ઉપરના દેવલોકનું સુખ તેમ અનુત્તર વાસની
ઇચ્છા હવે ના એક ચાહું સેવના તુજ ચરણની; જન્માભિષેકે આપના મેં મેલ ધોયે માહરે, આશ્ચર્ય એ મારે જિનેશ્વર તાહર છે આશરો.
૩૩ સ્પષ્ટાથ –હે પ્રભુ! આપનું દર્શન થવાથી આજે મને જે આનંદ સુખ શાંતિ મળે છે, તેથી હવે મને મારા સ્થાનથી ઉપરના દેવલોકથી માંડીને અનુત્તર વિમાનવાસી દેવના સુખની પણ ઈચ્છા નથી, કારણ કે એ બધા દેવલોકનાં સુખ પણ અંતે તે નાશવંત જ છે. હવે તો હું તમારા ચરણ કમલની સેવા જ ચાહું છું. વળી હે જિનેશ્વર દેવ! મેં આપના સ્નાત્ર મહોત્સવ કર્યો, આપના શરીર ઉપર પાણીનું સિંચન કર્યું, તેથી આપને મેલ દૂર થ જોઈએ તેને બદલે મારે કમરૂપી મેલ દૂર થયે એટલે મારાં ઘણાં કર્મો નાશ પામ્યા, એ મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ! મારે તમારે આશરે છે. મને ખાત્રી છે કે-આપના શરણથી હું આ સંસાર સમુદ્રને પાર જરૂર પામીશ. ૩૩ વૈરાગ્ય સંયમ શીલ પ્રમુખની સાવિકી આરાધના,
આપે કરી જે પૂર્વભવમાં તાસ શુભ સંકારના; ઉદયથી પુણ્યાનુબંધિ પુણ્ય કમૅદય બલે, સ્વપતારક પ્રભુ થશે અભિષેક આપે બેધ એ.
૩૪ સ્પષ્ટાર્થ –વળી હે પ્રભુ! આ જન્માભિષેકનું રહસ્ય એ છે કે આપે પૂર્વ ભવને વિષે સાત્વિક વૈરાગ્યને ધારણ કરવા પૂર્વક ચારિત્રની તથા શીલ વગેરેની કરેલી સાત્વિકી આરાધનાથી મેળવેલા સારા સંસ્કારોના પ્રતાપે બાંધેલ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આપ સ્વપતારક એટલે પિતાને તેમજ પરને તારનારા થશે. આનું રહસ્ય એ છે કે આપે પૂર્વ ભવમાં જે વીસ સ્થાનકમાંના અમુક સ્થાનકની આરાધના કરી તેથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને તે તીર્થકર નામ કર્મના પ્રભાવથી આપવામાં ઉદય પામેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મો વડે આપ સ્વપતારક થશે. જે પુણ્ય કર્મને ઉદય ચાલે છે તે વખતે નવાં પુણ્ય કર્મને બંધ થાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. પુણ્ય અને પાપની ચતુર્ભગીનું સ્વરૂપ અહીં પહેલા ભાગમાં વિસ્તારથી વર્ણવ્યું છે. ૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org