SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ દેશનાચિંતામણિ ] વર્ણ (૩૦) એટલે કમળના સરખા વર્ણવાળે હતે. તથા પ્રભુને પદ્મ એટલે કમળનું લંછન (૩૧) હતું. જ્યારે પદ્મપ્રભ પ્રભુને જન્મ થયે ત્યારે ચોથા આરાને કેટલો કાળ બાકી હતું તે જણાવે છે તે વખતે ચેથા આરાને અર્ધ ઉપર ભાગ ચાલ્યા ગયા હતા તે ચેથા આરાને કાલ (પ્રમાણ)-એક કેડીકેડી સાગરેપમમાંથી બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરીએ તેટલું હોય છે. તે વખતે દશ હજારકોડ સાગરોપમ અને તે ઉપર ત્રીસ લાખ પૂર્વ અને ઉપર નેવ્યાસી પખવાડીયા (૩૨) માં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરીએ તેટલો કાલ ચેથા આરાને બાકી હતે. તથા પ્રભુને જન્મ થયે ત્યારે મેરૂ અને રૂચક પર્વત તથા અધલોકમાં વસનારી છપન દિશાકુમારીઓ જે સ્થાને પ્રભુને જન્મ થયો છે ત્યાં આવે છે અને પિતાપિતાને યોગ્ય એવાં આઠ પ્રકારનાં સૂતિકર્મો વગેરે કાર્યો કરીને પિતાના સ્થાને જાય છે. ત્યાર પછી સૌધર્મેન્દ્ર વગેરે દ્રો મેરૂ પર્વતના પકવનને વિષે શિલા ઉપર રહેલા સિંહાસનની ઉપર પ્રભુને સ્નાત્ર મહત્સવ કરે છે. ઈદ્રના બીજા દશ કાર્યો વગેરેનું સ્વરૂપ પ્રથમ ભાગમાં વર્ણવ્યા પ્રમાણે જાણવું. તે વખતે શક્રેન્ડે પદ્મ પ્રભુની ઉત્તમ સ્તુતિ કરી તે હવે આગળના શ્લોકમાં જણાવાય છે. ર૭-૨૮ પ્રભુના જન્મ પ્રસંગે શકેન્દ્ર કરેલી પ્રભુની સ્તુતિ છ શ્લેકમાં જણાવે છે – હે દેવ ! ભવ મરૂ દેશ ફરતા ભવિજનોને તાહરૂં, દર્શન અમીરસ પરબ જેવું થયું મંગલ સુખકરે; સર્વ દેવે દેખતા એકી ટસે પ્રભુ રૂપને, અનિમેષતા સાર્થક કરે પ્રણયે વખાણું તેમને. સ્પષ્ટાર્થ:–હે દેવ! આ સંસારરૂપી મરૂભૂમિ એટલે મારવાડ દેશને વિષે રખડતા ભવ્ય છેને તમારું દર્શન અમૃતરસની પરબ સરખું મંગલકારી અને સુખકારી થયું છે. જેમ મારવાડ દેશના સખત ઉનાળાને વિષે પાણી મેળવવું ઘણું મુશ્કેલ છે, અને તે વખતે તરસ્યા થયેલા મુસાફરને ઠંડા પાણીની પરબ મળવાથી જેમ ઘણે હર્ષ થાય છે અને તે પાણી પીને પોતાની તરસ શાંત પાડે છે, તેમ સંસારમાં રખડતા દુઃખી ભવ્ય ઇને તમારું દર્શન અમૃતરસની પરબ જેવું કામ કરે છે. સર્વે દેવે પ્રભુના રૂપને એકી ટશે જોઈ રહે છે એટલે જરા પણ આંખ બંધ કરતા નથી, કારણ કે દેવેની આંખે નિમેષ (આંખનું મીંચાવું) રહિત હોય છે અને તેથી તે દેવેની અનિમેષતા સાર્થક થાય છે એટલે સફળ થાય છે અથવા નામ પ્રમાણે અર્થવાળી થાય છે આવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર હે પ્રભુ! હું તમને ઘણી પ્રીતિ પૂર્વક સ્તવું છું. અને આપના દર્શન કરનાર તે પુણ્યશાલી દેવેની પ્રશંસા કરૂં છું. ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy