SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૨૪. દેશનચિંતામણિ 1 સ્પષ્ટાર્થ – તે ધર રાજાને સારા આચારને પાળનારી અને શીલાદિ ગુણેને ધારણ કરનારી સુસીમા (૧૭) નામની રાણી હતી. તે રાણી જાણે કલ્પવેલ હોય તેવી જણાતી હતી, કારણ કે જેમ વેલને પલ્લવ એટલે નવા અંકુરા લાલ વર્ણના હોય છે, તેમ આ રાણીના હસ્તાદિ એટલે હાથ તથા હેઠ વગેરે લાલ પલ્લવની શોભાને ધારણ કરતા હતા. જેમ વેલને પુષ્પ હોય છે તેમ આ રાણીના શબ્દ મુખમાંથી જાણે ફૂલે ખરતા હોય તેવા જણાય છે વળી વેલ જેમ શાખાઓ વડે શેભે છે તેમ આ રાણું પિતાની બે ભુજાઓ રૂપી શાખાઓ વડે શોભે છે. આ રાણીનું મુખ લજજારૂપી વસથી ઢંકાએલું હતું. ભાવાર્થ એ છે કે આ રાણુ લજજા ગુણવડે શોભતી હતી. વળી ઈસમિતિ સાચવીને જમીન ઉપર દષ્ટિ રાખીને ચાલતા મુનિરાજની જેમ આ સુસીમાં રાણી પણ પૃથ્વીને જેતી તી મંદ ગતિએ ચાલતી હતી. ૨૩ તસ કાંતિએ તન સરલતાએ ચિત્ત શીલ શરમે કરી, સત્યતાએ વચન દીપે બોલતી જ્યારે જરી; ચંદ્રિકાથી જેમ રજની તે સમે તિમ દાંતના, કિરણ વડે સુંદર શરીર ચળકી ઉઠે રાણીતણા. સ્પષ્ટાથ–તે રાણીનું શરીર કાંતિવડે શેભતું હતું એટલે આ રાણીનું શરીર ઘણું સુંદર હતું. વળી સરલતા વડે રાણીનું ચિત્ત શેભતું હતું અથવા રાણીનું ચિત્ત કપટભાવથી રહિત હોવાથી સરળ સ્વભાવવાળું હતું. તેમજ રાણીને શીલ ગુણ શરમે એટલે લજજાથી શોભતું હતું. તેમજ જ્યારે આ રાણી કાંઈ પણ બોલતી હતી ત્યારે તેનું વચન સત્યતાથી શોભતું હતું અથવા રાણી હંમેશાં સત્ય વચન બોલતી હતી. જેમ ચંદ્રિકાથી એટલે ચંદ્રના તેજ વડે રાત્રી રોલે છે તેમ રાણીના દાંતમાંથી નીકળતા કીર. થી રાણીનું સુંદર શરીર ચળકી ઉઠતું હતું અથવા વધારે શોભાયમાન જણાતું હતું. ૨૪ અપરાજિત રાજર્ષિને જીવ દેવકથી ચ્યવને સુસીમા રાણીની કુક્ષિમાં ઉપજે છે તે જણાવે છે – તે ભૂપ અપરાજિત અમર દેવાયુ પૂરી માઘની, કૃષ્ણ છ રાશિ કન્યા શ્રેષ્ઠ ચિત્રાર૦ દિવસની અર્ધરાતે સુસીમાની કુક્ષિમાંહે ઉપજતા, સ્વપ્નદર્શન જનક પાઠક સ્વપ્નફલ ઉચ્ચારતા. ૨૫ સ્પષ્ટાર્થ –નવમા પ્રવેયકમાં ઉત્પન્ન થએલા તે (છ તીર્થકરના જીવ) અપરાજિત રાજર્ષિ દેવકનું એકત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી તે ધરરાજાની સુસીમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy