________________
ના
જ. ક
t
_
|
૧૫
દેશના ચિંતામણિ ]
દેવલેકમાં ગએલા તે અપરાજિત રાજર્ષિ જ્યાં ઉત્પન્ન થયા તે કૌશામ્બી નગરીનું વર્ણન બે શ્લેકમાં કરે છે – દ્વિપ જંબૂ ક્ષેત્ર ભારત દેશ વસે સુંદરા,
કૌશાંબી નગરી ચિત્ય અગ્રે સિંહ પાસે ચંદ્રમા, આવતા મૃમ ભાગતા શશિ નિષ્કલંક બને જિહાં,
ધૂપ શ્રેણી વસ્ત્ર જેવી પ્રતિગૃહે સ્વસ્તિક તણું. મુકતાફલો દાડિમતણું જાણું ગણી શુકપક્ષિઓ,
ચાંચ મારે સર્વજન ધનવંત શુભશીલ દાનિઓ તેથી ન કઈ કઈને પણ લૂંટતા પણ ફૂલની,
સુગંધ તૂટે ફક્ત વાયુ આણુ ત્યાં ધર ભૂપની.
સ્પષ્ટાઈ--બીજી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળા જબૂદ્વીપને વિષે દક્ષિણ ભાગમાં ભરત નામનું ક્ષેત્ર આવેલું છે. તેની અંદર વત્સ નામને દેશ (૧૪) આવે છે. તે દેશને વિષે અતિ રમણીય કૌશાંબી નામની નગરી (૧૫) આવેલી છે. તે નગરીમાં જિનેશ્વર ભગવતેના મોટા મોટા ચ એટલે દેરાસરે આવેલા છે. તે જિનાલયના શિખર ઉપર ધજાની અંદર સિંહની આકૃતિ રચેલી છે. અહીં કવિ કલ્પના કરે છે કે તે સિંહની આકૃતિની આગળ જ્યારે ચંદ્રમા આવે છે ત્યારે તે ચંદ્રમાની અંદર રહેલ મૃગ તે સિંહને જોઈને નાશી જાય છે તેથી જાણે તે ચંદ્ર મૃગરૂપી કલંકથી રહિત હોય તેવું દેખાય છે. તથા જે નગરીમાં ધૂપશ્રેણી એટલે ધૂપમાંથી નીકળતી ધૂમાડાની પંક્તિઓ વસ્ત્ર જેવી શેભે છે.વળી તે નગરીના દરેક ઘરમાં રહેલા સાથીયાઓમાંના મેલા. એને જોઈને શક પક્ષીઓ તે મોતીઓને દાડમના દાણું સમજીને તેના ઉપર ચાંચ મારે છે. તેમજ તે નગરીના સર્વ લેકે ધનવાન તથા સારા શીલ વગેરે ગુણવાળા છે તેમજ દાન આપવામાં તત્પર છે. તેથી તે નગરીમાં કઈ કેઈ ને લૂંટતું નથી. અથવા તે નગરીમાં કેઈ ચોરી કરનાર નથી. પરંતુ લુંટ કરનાર એક વાયરેજ હતું કે જે વાયરે ફક્ત ખીલેલાં જુની સુગંધને લૂંટતે હતે. આવી તે કૌશાંબી નગરીમાં ધર નામના રાજાની (૧૬) આણ હતી એટલે ધર નામના રાજા રાજ્ય કરતા હતા. ૧૯-૨૦.
ધર રાજાનું સ્વરૂપ બે લેકેમાં જણાવે છે – મેદિનીને તાપ ટાળી મેઘને તરછોડતા,
પૃથ્વીને ધારણ કરતાં અચલને તરછોડતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org