________________
10
[ શ્રીવિજાપતિ કરી હોય તેને હું માનું છું. વળી મેં દેવાદિની એટલે તીર્થકર વગેરે દેવની તથા ધર્મની તેમજ પંચ મહાવ્રત વગેરે મૂલ ગુણની તથા રાત્રી ભેજન વિરમણ વગેરે ઉત્તર ગુણની જે જે આશાતનાઓ કરી હોય તે સર્વ આશાતનાઓને અરિહંત દેવની સાક્ષીએ, સિદ્ધ ભગવાનની સાક્ષીએ, સાધુ મહારાજની સાક્ષીએ, દેવની સાક્ષીએ, તેમજ આત્માની સાક્ષીએ ત્રિવિધે એટલે મન વચન અને કાયા વડે હું નમાવું છું. ૧૬ જાણ્યા અજાણ્યા અતિક્રમાદિક ભેદથી જ વિરાધના,
રાગાદિ પરવશતાદિ ચગે જે કરી જ વિરાધના; - હું નમાવી ત્રિવિધ ત્રિવિધ મહાવ્રતાદિક ઉચ્ચરી,
ચાહું સમાધિ મરણને નવકાર સમરી ફરી.
સ્પષ્ટથ-પંચ મહાવ્રતાદિની આરાધનામાં અતિક્રમાદિ એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચાર પ્રકારના ભેદથી જાણતાં અથવા અજાણતાં જે કોઈ વિરાધના થઈ હય, અથવા રાગદ્વેષનું પરવશપણું વગેરે કારણેમાં કોઈ પણ કારણથી મેં જે કંઈ વિરાધના કરી હોય તે સઘળી વિરાધનાને હું ત્રિવિધ ત્રિવિધ એટલે નવ ભાંગે ખમાવું છું. નવ ભાંગા આ પ્રમાણે –૧ મનથી કરવું, ૨ વચનથી કરવું, ૩ કાયાથી કરવું, ૪ મનથી કરાવવું, ૫ વચનથી કરાવવું, ૬ કાયાથી કરાવવું, ૭ મતથી અમેદવું, ૮ વચનથી અનમેદવું અને ૯ કાયાથી અનુમોદવું. એમ નવ ભાંગે ખમાવીને મહાવ્રતાદિના પાઠને ઉચ્ચાર કરીને હું સમાધિ મરણને ચાહું છું. સમતા ભાવપૂર્વકનું શુભ ધ્યાનવાળું જે મરણ તે સમાધિ મરણ કહેવાય, વળી તે વખતે હું વારંવાર શ્રીનવકાર મંચનું સમરણ કરું છું. આ રીતે અંતિમ આરાધના કર્યા બાદ શ્રીઅપરાજિત રાજર્ષિ આશાળ કેવી આરાધના કરે છે તે બીના અઢારમા લેકમાં જણાવે છે. ૧૭ જ્યાં સુધી હું મુક્તિ ન લઉં ત્યાં સુધી વચલા ભવે,
જિન ધર્મ દીક્ષા લાભ હેજે સિરાવું હું સવે; ઉપધિ તનુ આહાર ત્રિવિધ પંચમંગલ સમરતા,
રૈવેય નવમે અયર ઈગતીસ આ| સુર થતા. સ્પષ્ટાથે--જ્યાં સુધી હું મોક્ષને મળવું નહિ ત્યાં સુધીમાં વચમાં જે જે ભવે થાય તે તે ભામાં મને શ્રી જિનેશ્વર દેવે કહેલા જનધર્મની પ્રાપ્તિ થજે. વળી દીક્ષાને પિગ્ય જે મનુષ્ય ભવ મળે તેમાં મને દીક્ષાને લાભ થજે. હું મારી પાસે રહેલી ઉ૫ બિને, તનુ એટલે શરીરને, તેમજ આહાર વગેરે સર્વને મન, વચન અને કાયા એમ વિવિધ સિરાવું છું એટલે ત્યાગ કરૂં છું. આવી ભાવનાપૂર્વક પંચ મંગલરૂપ નવકાર મંત્રનું સ્મરણ કરતા તે અપરાજિત રાજષિ સમાધિ મરણ પામીને નવમા પ્રવેયકને નિ9 (૧૨) એકવીસ સાગરોપમના આયુષ્યવાળા (૧૩) દેવ થયા. ૧૮
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org