________________
દેશનાચિંતામણિ ] T સ્પષ્ટાર્થ–શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ જે જન ધર્મ તે જ સાચો ધર્મ છે એવી ભાવના આ અપરાજિત રાજાના ચિત્તમાં વર્તતી હતી અને તેથી જ તે રાજા ધર્મને સાચા મિત્ર જે માનતા હતા. જેમ મનુષ્ય આફતમાં સપડાય છે ત્યારે સારો મિત્ર હોય તે તેને સહાય કરે છે અને આફતમાંથી બચાવે છે, બાકીના કહેવાતા મિત્રો તે તેને તે વખતે ત્યાગ કરીને ચાલ્યા જાય છે. તેવી રીતે મનુષ્યને આપત્તિના વખતમાં શ્રીજિનભાષિત ધર્મજ સહાય કરે છે, માટે તે ધર્મજ સાચો મિત્ર જાણ. આ ધર્મજ તેને દુખમાંથી બચાવે છે અને શાન્તિ રૂપી સુખ પણ આ ધર્મને આરાધવાથી પ્રાપ્ત થાય છે. શ્રી જૈન ધર્મ ઉપર રાજાની આવી દઢ આસ્થા હતી. વળી જૈન ધર્મના રહસ્યને જાણનાર આ રાજા પારકી સ્ત્રીઓને મા બેન જેવી ગણતું હતું. તેમજ આ રાજા જે કે સંસારનાં સુખેને ભેગવતા હતા તે પણ તેમાં તે આસક્તિ રાખતા નહોતા. એટલે સંસારનાં સુખ ભોગવતાં છતાં પણ તે તેમાં તલ્લીન બનતા નહોતા. વળી ક્રોધ મહાદુઃખને આપનાર છે એવું જાણીને ક્રોધને તે રાજાએ દૂરથી ત્યાગ કર્યો હતે અથવા આ રાજા ક્ષમા ગુણને ધારણ કરતા હતા. ૩ | શિક્ષા કરે નિજ શત્રઓને તિમ ઘરે લક્ષ્મી છતાં,
લુબ્ધ ન બનેં તિમ વિકિ શિરેમણિ રૂચિ ધારતા; પ્રવચનામૃત પાન કરતાં તવદષ્ટિ વિકાસતા,
શાંત વાતાવરણમાં તે ભૂપ એમ વિચારતા.
સ્પષ્ટાર્થ –જે પિતાના શત્રુઓ હતા તેમને આ રાજા સજા કરતા હતા તે પણ તેમના ઉપર ક્રોધના પરિણામ રાખતા નહોતા. વળી આ રાજા લક્ષ્મીને રાખતા હતા તે છતાં તે લક્ષ્મીને વિષે આસક્તિ રાખતા નહોતા. વિવેકી જનેમાં શિરોમણિ એટલે શ્રેષ્ઠ એવા આ અપરાજિત રાજા સુંદર રૂચિને (સમ્યકત્વને) ધારણ કરતા હતા. પ્રવચનામૃત એટલે આગમ અથવા સિદ્ધાંતના વચને રૂપી અમૃતનું પાન કરતા હતા એટલે સિદ્ધાંતનાં વચન સાંભળીને તત્વદૃષ્ટિને વિકસાવતા હતા. તત્ત્વને વિચાર કરતા હતા. એક વખત આ રાજા શાંતિમાં રહીને આ પ્રમાણે વિચાર કરતા હતા. તે કેવા વિચાર કરતા હતા તે આગળના શ્લેકમાં જણાવવામાં આવે છે. ૪
આ રાજા કેવી રીતે વિચાર કરતા હતા તે ત્રણ àકોમાં જણાવે છે – મેહ વાસિત જીવને આ સંપદાદિક છંડવા,
લાગે અશકય તથાપિ તેને જરૂર પડશે જીંડવા; જલધિ જલકલ્લોલ પેરે એક સ્થિતિ ના કેઈની,
દુર્દશા મરણાદિ સમયે સ્થિતિ જણાએ સર્વની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org