SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત પરિચય આ પ્રમાણે જાણ્યા. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ પહેલા ભવમાં ધન સાથે વાહ હતા. બીજા ભવમાં યુગલિયા હતા. ત્રીજા ભવમાં દેવતા હતા. ચોથા ભવમાં મહાખલ રાજા હતા. પાંચમે ભવે લલિત્તાંગ નામે દેવ થયા. (અહીથી શ્રેયાંસના સંબંધની ખીના શરૂ થઈ.) અહીં શ્રેયાંસના જીવ પહેલાં ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણુ' કરીને તે (શ્રેયાંસને જીવ) લલિતાંગદેવની સ્વયં પ્રભા નામે દેવી થઈ હતી. છઠ્ઠા ભવમાં લલિતાંગ ( પ્રભુ )ને જીવ વાધર રાજા થયા. શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણી થયા. સાતમે ભવે અને યુગલિયા થયા. આઠમે ભવે પહેલા સૌધર્મ દેવલાકે મને દેવતા થયા. નવમે ભવે પ્રભુના જીવ જીવાનન્દ નામે વૈદ્ય થયા. ત્યારે શ્રેયાંસના જીવ તેમના પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હૅતા. દશમા ભવે ખારમા અચ્યુત દેવલાકે બેઉ જણા મિત્ર દેવ થયા. અગિયારમા ભવે પ્રભુ ચક્રવતી થયા ત્યારે શ્રેયાંસના જીવ તેમના સારથિ હતા. ખારમા ભવે અને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા. અને તેરમા ભવે પ્રભુ તીર્થંકર થયા અને શ્રેયાંસના જીવ તેમના શ્રેયાંસ નામે પ્રપૌત્ર થયેા. એમ નવે ભવના સંબધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાણ્યા. પોતે પહેલાં સાધુપણું અનુભવેલુ હતું, તેથી શ્રેયાંસે વિચાયુ" કે આ ( હાથી આદિનું દાન દેનાર) લેાકેા બીનસમજણથી યેાગ્ય દાનને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ભુવનના રાજ્યને ત્યાગ કરી સંયમજીવનને આદર્યું છે, તે પ્રભુ રાગદ્વેષ વગેરે અનેક અનર્થના કારણભૂત મણિ આદિ પરિગ્રહને શી રીતે ચે ? જાતિસ્મરણથી હું દાનવિધિ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું. ' એમ વિચારી શ્રેયાંસકુમારે ગેાખમાંથી જ્યાં પ્રભુ ઉભા હતા, ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દે, બે હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વિન ંતિ કરી કે- હૈ કૃપાસમુદ્ર ! અઢાર કાડાકેાડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ પામેલ સાધુને નિર્દોષ આહાર લેવાના વિધિ પ્રકટ કરો, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ ઘડાએ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વ્હારી ( ગ્રહણ કરી ) મારા ભવસમુદ્રથી નિસ્તાર કરા! આપનાં દર્શનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવા દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યાયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રના મને સમાગમ થયા છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મને ભવસમુદ્રને પાર પમાડેા. ” આ વિનંતિનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઈન્નુરસને નિર્દોષ જાણી અને હાથ ભેગા કરી આગળ ધર્યા ત્યારે શ્રેયાંસે આનંદનાં આંસુ લાવીને, રામરાય વિકસ્વર થઈ ને, “ આજે હું ધન્ય છું, કૃતા' છું', ' એમ બહુમાન અને અનુમોદના ગર્ભિત વચને ખેલવા પૂર્વક શેલડીને રસ વ્હેારાગ્યે. શ્રેયાંસે દાનના પાંચ દૂષણા દૂર કરી પાંચે ભૂષણા સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે— Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy