SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ [ શ્રીવિજ્યપદ્રસુરિકૃતછે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા (વાડી) અને સહસ્ત્રધાર સીતાફડ આ નગરની શોભામાં વધારે કરી રહ્યાં છે. આ નગરીના કોટની ઉપર મન્મત્ત સિંહ યક્ષ છે કે જેની આગળ થઈને હાથીઓ હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરૂર મરણને જ શરણ થાય. અન્ય દર્શનીઓ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણ કે ગોપ્રકરાદિ લોકિક તીર્થો અહીં છે. અહીં આવનારને સાત તીર્થની યાત્રાને લાભ થાય છે. અહીંની સયૂ નદીને ઘેધ. પ્રવાહ ઠેઠ ગઢની ભીંત સુધી આવે છે. મહાપ્રભાવક શ્રી સેરીસા તીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગેની ઉપર ટીકાએ બનાવનાર શ્રીઅભયદેવસૂરી શ્વરછની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્ય શક્તિથી આકાશમાર્ગે વિશાલ ચાર બિંબે મહાપ્રાચીન તીર્થભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા, તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે – ગ્રામાનુગામ વિચરતા પૂજ્ય આચાર્યદેવ શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કે જેમણે ધરણેન્દ્ર-પદ્માવતીની આરાધના કરી છે, તેઓ આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. એમ અનેક વાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસ્સગ્ન કરતાં જોઈને શ્રાવકેએ ગુરુજીને પૂછયું કે “હે ભગવંત! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ?” ગુરુએ ખુલાસે કર્યો કે અહીં પાષાણની વિશાલ શિલા છે. તેમાંથી મહાપ્રભાવશાલી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચને સાંભળી શ્રાવકેએ કહ્યું કે જે એમ હોય તે કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરે. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અઠ્ઠમની તપસ્યા કરવાપૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે પારક નામના ગામમાં એક આંધળે સૂતાર રહે છે, તે જે અહીં આવીને અમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકેને જણાવી. જેથી તે સલાટને માણસ મોકલીને તેમણે ત્યાંથી લાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણુના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસા) પ્રકટ થયે. સલાટે તે સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમાં સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તે તે મથના ભાગમાંથી લેહીની ધાર છૂટી. આ વાતની શ્રીગુરુ મહારાજને ખબર પડતાં તેમણે સલાટને ઠપકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ જરુર ન હતી. જે આ મશને તેમને તેમ રહેવા હા હેત તે આ પ્રતિમા મહાચમત્કારી બનત. પછી અંગુઠે ત્યાં દબાવવાથી લેહી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy