________________
૨૦૦
[ શ્રીવિજયપધસૂરિકૃતદેવપ્રભાવથી જેને નાના બે બળદ જોડેલા છે એવા ગાડામાં રહેલી પ્રતિમા અનુક્રમે આવે છે. ઘણેખર વિકટ રસ્તે ઉલંધ્યા બાદ રાજા મનમાં સંશય પડવાથી વિચારે છે કે પાછળ ગાડામાં રહેલી પ્રતિમા મારી સાથે આવે છે કે નહિ ? આવો સંશય તીલંગ દેશમાં જેનું વિદ્વાને બીજું નામ દક્ષિણ વાણારસી કહે છે એવા કલ્લાક નામના નગરમાં થયે. તેથી શાસનદેવીએ તેજ સ્થળે પ્રતિમાને સ્થિર કર્યો. સમજવાની બીના એ છે કે જે અવસરે આ પ્રતિમા કેલપાક નગરમાં આવી. ત્યારથી માંડીને અતીત કાલે ૧૧૮૦૯૦૫ વર્ષો પહેલાં આ પ્રતીમાજી ઇંદ્રની પાસે હતા. એટલે જે અવસરે આ બિંબ ઇંદ્રની પાસે હતું ત્યારથી માંડીને ૧૧૮૦૯૦૫ વર્ષો વીત્યા બાદ કેલપાક નગરમાં શાસન દેવીએ આ બિંબ પધરાવ્યું. જ્યાં બિંબ સ્થિર કર્યું તેજ સ્થલે શંકર રાજાએ વિશાલ પ્રાસાદ બંધાવ્યો. કાયમ તેની પૂજા ચાલુ જ રહે એવા ઈરાદાથી રાજાએ ૧૨ ગામે ભેટ આપ્યાં. એટલે તેની ઉપજ પ્રભુબિંબના પૂજાદિ કાર્યમાં વપરાય. પ્રાસાદ બંધાવ્યું તે વખતે ભગવાનનું બિંબ અદ્ધર રહ્યું હતું. વિ. સં. ૬૮૦ સુધી અને વીર સં૦ ૧૧૫૦ સુધી તે સ્થિતિ બિંબની રહી. પાછળથી અનાર્ય જીવોએ કરેલી આશાતનાદિ કારણથી તે બિંબ સિંહાસનની ઉપર સ્થિર થયું. “આ મહાતેજસ્વી બિંબને જોતાં જ ભવ્ય જીના નેત્રે કરે છે. વલી દર્શન કરનાર ભવ્ય જીવોને એ પણ વિચાર થાય છે કે “શું આ પ્રતિમાજી આરસના કેતરીને બનાવ્યા હશે? કે ખાણમાંથી અહીં લાવ્યા હશે? કે કારીગરે બના વ્યા હશે? કે વાની નીલમણિની બનેલી આ પ્રતિમા હશે?” આમાં શું સમજવું.
આ પ્રતિમાના હવણના પાણીને એ પ્રભાવ છે કે દીવો સળગાવતાં ઘી જેવું કામ કરે તેનાથી પણ અધિક તેવું જ કામ હવણનું પાણી કરે છે. એટલે ઘી તેલને બદલે હવણના પાણીથી પણ દવે સળગાવી શકાય છે. હવણની માટી આંખે બાંધી રાખવાથી આંધળા પણ દેખતા થાય છે. હાલ પણ આ પ્રભાવિક તીર્થના ચૈત્યમંડપમાંથી પાણીના બિંદુઓ કરે છે. તેથી યાત્રા કરીને મંડપની બહાર આવેલા યાત્રાળુઓના વસ્ત્રો ભીના દેખાય છે. એથી સાબીત થાય છે કે આ બિંબ મહાચમત્કારી છે.
સ્નાત્ર જલાદિના પ્રભાવથી સર્પનું પણ ઝેર નાશ પામે છે. વિશેષ તપાસ કરતાં બિંબના જ સંબંધમાં ઉપદેશ તરંગિણમાં પાના ૧૪૧ માં “શ્રી માત NTI ગુસ્ત્રીય पाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साऽद्यापि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीति સા” આ પ્રમાણે બીના મળી આવે છે.
એ પ્રમાણે અનેક જાતના પ્રભાવી દેદીપ્યમાન મહાતીર્થ સમાન આ માણિજ્ય (આદીશ્વર) દેવની જે ભવ્ય જ મહત્સવપૂર્વક યાત્રા-પૂજા પ્રભાવના કરે કરાવે ને અનુમોદે, તે ભવ્ય જી આ ભવમાં અને પરભવમાં સુખ સંપદાને પામે છે. એ પ્રમાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતમાં રચેલા માણિક્ય કહ૫ આદિ ગ્રંથના આધારે ટૂંકામાં શ્રી માણિકય પ્રભુને ઈતિહાસ વર્ણવ્યો. પરમ પૂજ્ય શાસ્ત્રકાર ભગવતેએ કર્મના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org