________________
૧૮૫
શ્રીસ્તંભનપાબૃહત્કલ્પ ] જેન્દ્ર શાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિંદકે જ જૈન ધર્મના વખાણ કરશે.
શ્રીકાંતાનગરીને રહીશ, ધનેશ નામને શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાર્ગે જતે હતું, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચાલતાં અટકાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણા) ગામના પાદરમાં વહેતી એટીકા (સેઢી) નદીના કાંઠે વક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન, પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્ય એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસિદ્ધિમાં ભારે પ્રવિણ એવા નાગાજુને તે બિંબના પ્રભા વથી રસનું સ્થભન કર્યું, તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણ) નામનું ગામ સ્થાપન કર્યું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશે તે તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપે તમારી આગળ, બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તે બતાવશે.” એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા.
ઇ કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રાતે બનેલે તમામ વૃત્તાંત શ્રી સંઘને કહી સંભળાવ્યું. તે સાંભળીને શ્રીસંઘ યાત્રાએ જવાની તેયારી કરી. જેમાં ૯૦૦ ગાડાએ ચાલતાં હતાં. શ્રી સંઘના આગ્રહથી રસૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યું ત્યારે બે ઘરડા ઘેડા અદશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંધ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે “હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પિતાતા ચારે આંચળમાંથી દૂધ કરે છે, એટલે અહીં ખાલી થઈને જ તે ઘેર જાય છે. અને ત્યાં દેહવામાં આવતાં મહામહેનતે પણ લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે સ્થલે ગુરુજીને દૂધ બતાવ્યું. એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક જાતિય ઈત્યાદિ બત્રીશ ગાથાઓનું નવું તેત્ર રચીને બેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગ વંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. પછી સંઘ સહિત સૂરિજીએ તરત જ ચિત્યવંદન કર્યું, અને એમને રેગ મૂલમાંથી દૂર થયે. તે વખતે શ્રાવકેએ ગંદકથી પ્રભુબિંબને ન્ડવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્વિક પૂજાને અપૂર્વ લ્હા લીધે. તે
૧ આ બીના શ્રીપ્રભાવક ચરિત્રમાં કહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org