________________
૧૮૪
[[શ્રીવિજયપદ્ધસૂરિકૃતઅને પાટણમાં બનાવી. અન્યત્ર કહે છે કે પાટણની હાર બનાવી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃધ્ધ મહામૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી.
એક વખતે શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે-પહેલી પ્રતિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઈચ્છા છે, એમ કહી પિતાની તિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. તેઓ ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી બીના કહી. પછી શ્રાવકને બોલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકે પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે-“અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકો. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કીંમત આંકી શકતા નથી.” એથી શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મૂક્યું, અને તેની સત્ય બીના પણ કહી દીધી. રાજાએ ખુશી થઈને કહ્યું કે કઈ મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું. શ્રાવકેએ કહ્યું-આનું મૂલ્ય જે આપ તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહેરાવ્યાં. તેમ જ પાટણ, તામ્ર લિપ્તી, આશાપલ્લી (આશાવલ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતે લખાવી હર્ષપૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટ તત્વ રૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી ને અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ
ટીકાએ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ધેલકા નગરમાં પધાર્યા. ઉજાગરે, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદેષ) રેગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે “સૂત્રવિરુધ્ધ બોલવાથી સૂરિજીને કેઢ થયે છે..” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થએલા અને પરલોકની ઈચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વમમાં ગુરુએ પિતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયે. આથી ગુરુએ વિચાર્યું કે “કાળરૂપ આ ભયંકર સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તે હવે અનશન આદ રવું એ જ મને યોગ્ય લાગે છે. એ પ્રમાણે ચિંતવતાં ગુરુને બીજે દિવસે સ્વમમાં ધરણેન્દ્ર કહ્યું કે–મેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યો છે. એમ સાંભળતાં ગુરુ બેલ્યા કે મરણની બીકથી મને ખેદ થતું નથી, પરંતુ રોગને લીધે પિશુન લેકે જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્ટે કહ્યું કે-“એ બાબત, હે ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org