________________
૧૫૬
[ શ્રીવિજયપદ્રસૂરિકૃતપ્રભુના ચરિત્ર તથા દેશનાના લાભ જણાવે છે-- એક સે સિત્તર વરે ગોઠવી પ્રભુ જીવનની,
સાથે ભાખી દેશના શ્રી પ્રભ તીર્થોશની; નિદૉષ ને નિર્ભય જીવનને પામવા આ દેશના,
મનન કરી પ્રભુ સમ થજે શિવમાર્ગ સાધી ભવિજના ! ૨૨૮
સ્પષ્ટાથ –એ પ્રમાણે એક સે અને સિત્તેર દ્વારે ગઠવીને શ્રી પદ્મપ્રભુસ્વામીના જીવનની ટૂંક હકીકત જણાવવા પૂર્વક વિસ્તારથી તેમની દેશના પણ જણાવી છે. આ દેશનાનું સ્વરૂપ યથાર્થ સમજીને તે પ્રમાણે આચરણ કરવાથી નિર્દોષ એટલે દોષ વિનાનું તથા નિર્ભય એટલે કે ઈ પણ પ્રકારના ભય વિનાનું જીવન જીવી શકાય છે. માટે તે પ્રભુની દેશનાનું ભાવપૂર્વક મનન કરીને હે ભવ્ય છે ! તમે પણ તે રીતે મોક્ષ માર્ગની સાધના કરીને પ્રભુના જેવા સિદ્ધ સ્વરૂપવાળા થશે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે જે આસન્નસિદ્ધિક ભવ્ય જ આ પદ્ધપ્રભુની દેશના યથાર્થ સમજીને તે પ્રમાણે આચરણ કરે છે એટલે મોક્ષમાર્ગની સાધના કરે છે તેઓ પણ કર્મોને ખપાવીને મેક્ષનાં સુખને જરૂર મેળવે છે. પ્રભુના જેવા નિજાનન્દી થવાને આ અમેઘ ઉપાય છે. ૨૨૮
તીર્થકરોના જીવન જાણવાથી આત્મદષ્ટિ ખોલે છે તે જણાવે છે --
કલ્યાણકે પાંચે કહ્યા શ્રી પદ્મપ્રભ તીર્થશના,
જિનશાસને કલ્યાણકારક જીવન સાનિક તણું; તીર્થપતિના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા,
કર્મશત્રુ હઠાવતા પુણ્યશાલી જીવ વિભાવતા,
૨૨૯
પટાર્થ –છ તીર્થકર શ્રી પદ્મપ્રભુસ્વામીના પાંચે કલ્યાણકે એટલે ૧ અવન કલ્યાણક, ૨ જન્મકલ્યાણક, ૩ દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક અને ૫ મોક્ષ કલ્યાણક–એમ પાંચે કલ્યાણ કેનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. જેને કલ્યાણ કરનાર હોવાથી કલ્યાણક કહેવાય છે. સાત્વિક પુરૂષોનાં ચરિત્રે જિનશાસનને વિષે કલ્યાણ કારી થાય છે. તેમાં પણ તીર્થકર દેવ જેવા કે ત્તર મહાપુરૂષોનાં જીવન ચકકસ ઉત્તમ આત્મદષ્ટિને જગાડે છે. તીર્થકરોના ચરિત્રનું મનન કરનાર છને આત્મદષ્ટિ અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org