________________
૧૪૮
[ શ્રીવિજયપત્રસૂરિકૃતજે મનુષ્ય શુદ્ધ સંયમ વધત ભાવે સાધતા, અંત્ય મરણે શિવ લહે તેઓ કદી ના જન્મતા.
૨૧૦ સ્પષ્ટાર્થ-જે જન્મે છે તે અવશ્ય મરણ પામે છે, પરંતુ જે મરે છે તે સઘળાં નિશ્ચયે જન્મતા નથી. કહેવાને ભાવાર્થ એ છે કે જે જમ્યા છે તે દરેક પિતાનું આયુષ્ય પૂરું થાય એટલે મરણ અવશ્ય પામે છે, પરંતુ જેઓ મરે છે તે બધા જ ફરીથી જન્મ જ એ નિયમ નથી. ચારે ગતિના સંસારી જ જન્મ ધારણ કરે છે, અને આયુષ્ય પૂરું થાય ત્યારે મરે છે, અને ફરીથી પણ જન્મે છે, પરંતુ જે સર્વ કર્મો ખપાવીને મેક્ષે જાય છે તે સિદ્ધ ભગવંતેને ફરીથી જન્મવું પડતું નથી; માટે મરણ પામેલા દરેક જન્મે જ એવો એકાંત નિયમ નથી, પણ જન્મેલા જી અવશ્ય મરણ પામે જ એ એકાંત નિયમ છે. મનુષ્યગતિ વિના બાકીની ત્રણ ગતિમાં જેઓ મરે છે તેઓ ફરીથી અવશ્ય જન્મ પામે છે. પરંતુ મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જે ગતિ પામીને જે મનુષ્ય ચઢતા ભાવથી શુદ્ધ સંયમની આરાધના કરે છે અને ક્ષેપક શ્રેણિ માંડી સર્વ કર્મને નાશ કરે છે, તેઓનું મોક્ષે જતાં છે તું મરણ થાય છે, ત્યાં મોક્ષે ગએલા તે સિદ્ધો ફરીથી જન્મ ધારણ કરતા નથી. જન્મ થવામાં કારણ રૂપ કર્મોને તે સિદ્ધોએ સર્વથા નાશ કરેલ હેવાથી તેઓ ફરીથી જન્મ ધારણ કરતા નથી. ૨૧૦ હે ભવ્ય જીવ! એમ જાણી નર ભવાદિકને લહી,
મહને વશ ના થજે છે કેણ કેનું કહે અહીં; દેશના દીલમાં ધરી વૈરાગ્યથી સંયમ વરી, સિદ્ધિના સુખ પામ આરાધના એ છે ખરી.
૨૧૧ સ્પષ્ટાર્થ –હવે શ્રી પદ્મપ્રભ તીર્થંકર ભગવાન દેશના પૂરી કરતાં છેવટે કહે છે કે હે ભવ્ય છે ! એ પ્રમાણે આ ચાર ગતિ રૂપ સંસાર દુઃખથી ભરેલું છે એમ જાણીને મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુલ, ધર્મ સાધનાની સામગ્રી વગેરે પામીને તમે મોહને વશ થશે નહિ. અહીં તેણે કોનું છે? તે તમે કહો અને શાંતિથી વિચારે. આ સંસારમાં કઈ કેઈનું સગું નથી, સૌ સ્વાર્થનાં સગાં છે. મારી દેશનાને દીલમાં ધારણ કરીને વૈરાગ્ય રંગવાળા થઈને ચારિત્રને ધારણ કરજે, તે ચારિત્રની શુધ્ધ ભાવે આરાધના કરીને મોક્ષ સુખને મેળવો. આ રીતે મોક્ષના સુખ મેળવવા માટે કરેલી જે આરાધના તેજ સાચી આરાધના છે. એ પ્રમાણે કહી પ્રભુએ દેશના પૂરી કરી.૨૧૧
પ્રભુએ દેશના આપ્યા પછી તીર્થની સ્થાપના કરી તે જણાવે છે – દેશના પ્રભુની સુણી પ્રતિબંધ પામ્યા બહુ જને,
કે દીક્ષા ગ્રહત લેતા લાભ કે ગ્રતાદિને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org