________________
દેશનાચિંતામણિ ]
મનુષ્ય હિંસાદિ પાપથાનકે સેવીને સંસારવૃદ્ધિ કરે છે તે સમજાવે છે – હિંસાદિ પાપ સ્થાન સેવી ભવભ્રમણ વૃદ્ધિ કરે,
વિષયાદિથી સુખ સમયમાં દુઃખીજ પોતાને કરે; દૈન્ય ધારી રૂદન કરતાં ધર્મ કર્મ ન આચરે, વાવે નળી જે તેને શેલડી ક્યાંથી મળે?
૧૯૫ સ્પષ્ટાર્થ –હિંસા એટલે જીવને નાશ કરવો વગેરે દ્રવ્ય હિંસા તથા જીવોને દુઃખી કરવાના પરિણામ રૂપ ભાવહિંસા, જૂઠ, ચેરી વગેરે અઢાર પા૫સ્થાનકેનું સેવન કરતે આ જીવ સંસારની રખડપટ્ટીમાં વધારો કરે છે અને સુખના સમયમાં વિષયાદિકનું સેવન કરીને પિતાના આત્માને દુઃખી બનાવે છે. પછી દીનપણું ધારણ કરીને તે મનુષ્ય રૂદન કરે છે, પરંતુ ધર્મકાર્ય કરતું નથી, અને તેથી નવાં નવાં દુઃખને ભેગવનારો થાય છે. જેમ કે ઈ માણસ લીબેળી વાવે તે તેમાંથી લીમડે ઉત્પન્ન થાય અને તેના ફળરૂપે લીંબેળીઓ જ મળે, પરંતુ તેમાંથી જેમ શેલડી ઉત્પન્ન થતી નથી તેમ પાપકા કરનારા જીવોને તેના ફળરૂપે દુખે જ ભોગવવા પડે છે, પરંતુ શેલડીના જેવા મીઠા લાગતાં સુખે પાપકાર્ય કરનાર અને મળતાં નથી. જે ભવ્ય જીવો-અવિચ્છિન્ન પ્રભાવશાલિ–ત્રિકાલાબાધિત શ્રી તીર્થંકર પ્રભુએ કહેલ ધર્મની સાત્વિકી આરાધના કરે છે, તેમને જ પુણ્યાનુબંધિ પુણ્યના ફળ સ્વરૂપ ઉત્તરોત્તર વધતા ધર્મારાધન સહિત સુખ મળે છે. ૧૯૫
મનુષ્ય ભવ પામીને પાપાચરણ કરનાર મૂર્ખ સમાન છે. તે કહે છે – અનંત કર્મ સમૂહ ક્ષય કરનાર જે ક્ષણ માત્રમાં,
તે મનુજ ભવને લહી ધરે પ્રીતિ પાપાચરણમાં; કઈ કંચન પાત્રમાં મદિરા ભરે મૂખથી, તેના સમે તે જીવ જેને હિતાહિત બુદ્ધિ નથી.
૧૯૬ સ્પષ્ટાર્થ –આ આત્મામાં અનંતી શક્તિઓ છે, પરંતુ કર્મોને લીધે તે શક્તિએ અવરાઈ ગએલી છે એટલે ઢંકાઈ ગએલી છે. તે અનંતી શક્તિઓ પ્રગટ કરવા માટે એક મનુષ્ય જ સમર્થ છે. દેવાદિ બીજા ભવોમાં તે પિતાની સર્વ શક્તિઓ પ્રગટ કરી શકતું નથી, પરંતુ આ મનુષ્ય ભવની અંદર પ્રબલ પુણ્યદયે જ્યારે મેક્ષ માર્ગની સાત્વિ કી આરાધના ઉલ્લાસથી કરે છે, ત્યારે તે અંતર્મુહર્તાદિ ચેડા કાલમાં પણ અનંતા કર્મોની નિર્જરા કરી નાખે છે અથવા અનંતા કર્મોના સમૂહને નાશ કરીને એક અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણિ કરીને કેવલજ્ઞાન રૂપી અનંત જ્ઞાન શક્તિને પ્રગટ કરે છે. એ પ્રમાણે બીજી પણ કેવલદર્શન રૂપી અનંત દર્શન શક્તિ વગેરે પ્રગટ કરે છે. આવી શક્તિને પ્રકટ કરાવનાર મનુષ્ય ભવ પામ્યા છતાં જ્યારે તે મનુષ્ય જીવહિંસાદિ પાપના કાર્યોમાં પ્રીતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org