________________
૧૪૦,
શ્રીવિજ્યપદ્રસૂરિકૃતમાનનાર ડુક્કરના જેવી સ્થિતિ હોય છે. તથા આ જીવની યૌવનાવસ્થા મદન ગભના જેવી ચાલી જાય છે. એટલે યુવાવસ્થા વિષયસુખ ભોગવવામાં ઉદ્ધત ગધેડાની પેઠે ચાલી જાય છે. અને ઘડપણ તે ઘરડા બળદની પેઠે બેહાલ સ્થિતિમાં પસાર થાય છે. એટલે
જ્યાં સુધી બળદ ખેતી કરવા માટે તથા ભાર ઉપાડવા માટે સમર્થ હોય છે ત્યાં સુધી તેની સારી રીતે માવજત કરવામાં આવે છે, પરંતુ જ્યારે તે ઘરડે થાય છે અને ખેતી વગેરે કામ કરવામાં અશક્ત બને છે ત્યારે તેની બરોબર સારવાર કરવામાં આવતી નથી અને પૂરું ખાવાનું આપવામાં આવતું નથી તેથી તે ઘણે દુઃખી થાય છે અને અર્થે ભુખે રહે છે, તેવી દશા વૃદ્ધાવસ્થામાં મનુષ્યની થાય છે, છતાં તે સાચે મનુષ્ય બનતું નથી એટલે ધર્મની સાધના માટેનાં દુર્લભ સાધને મળ્યા છતાં પણ તે ધર્મની સાધના કરતે નથી અને પિતાને મનુષ્ય ભવ ફેગટ ગુમાવી દે છે. ૧૯૩
મનુષ્યની ત્રણે અવસ્થા પરાધીનપણામાં પસાર થાય છે, તે વિસ્તારથી જણાવે છે – જનનીમુખી બચપણ વિષે રમણમુખી તિમ યોવને,
સુતમુખી ઘડપણ વિષે અંતર્મુખી નરજીવને; હવે કદી ના કરેળીયાની જેમ આશાતંતુએ, વીંટાઈ કરતાં પાપ ફેગટ ગુમાવે નર જન્મને.
૧૯૪
સ્પષ્ટાર્થ –હવે પ્રભુદેવ ત્રણે અવસ્થાનાં દુઃખ ત્રીજી રીતે વર્ણવતાં જણાવે છે કે—બચપણને વિષે અથવા બાલ્યાવસ્થામાં આ જીવ જનનીમુખી હોય છે એટલે તેને બધે આધાર માતા ઉપર હોય છે. બાલ્યાવસ્થામાં માતા જ તેની સારવાર કરનારી હોય છે માટે બાલ્યાવસ્થા માતાના આધારવાળી કહી છે. બીજી યુવાવસ્થામાં પુરૂષ રમણીમુખી હોય છે એટલે સ્ત્રી કહે તે પ્રમાણે વર્તનારા હોય છે અથવા તે અવસ્થામાં તે સ્ત્રીના રાગમાં ફસાએલે હોવાથી સ્ત્રીમુખી કહ્યા છે. ત્રીજી વૃદ્ધાવસ્થામાં આ જીવ સુત. મુખી હોય છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં પિતે શરીરે અશક્ત બની જાય છે તેથી પુત્રને આધીન રહેવું પડે છે અને પુત્ર ઉપર આધાર રાખવો પડે છે. આવું નજરે નજર જુએ છે, છતાં પણ આ મનુષ્ય ભવને પામેલે જીવ અંતર્મુખી ( અંતરાત્મા) બનતું નથી. જેમ કરોળીયો પોતાની લાળથી આસપાસ જાળની રચના કરે છે અને તેનાથી વીંટાયેલે તે જાળમાંથી છૂટી શકતું નથી, તેમ આશા રૂપી તાંતણુથી વીંટાએલે તે જીવ આશામાં ને આશામાં ફેગટ કાળ ગુમાવે છે અને અનેક જાતનાં પાપકર્મો કરીને વિવિધ પ્રકારની ઉપાધિ રૂપી તંતુઓથી વીંટાયેલ તે મનુષ્ય પિતાને દુર્લભ મનુષ્ય જન્મને ફેગટ ગુમાવે છે. ૧૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org