________________
૧૨૬
[ શ્રીવિજયપધસૂરિકૃતજિન (૪) વિચારે છે. આ દરેક વિજયની મુખ્ય મુખ્ય નગરીમાં વીશ તીર્થકરોમાંથી પહેલા ચાર જિનેશ્વરે વિચરે છે. (૧૦૨) ૧૬૦
ધાતકી ખંડમાં વિચરતા તીર્થકરોનાં નામ બે ગાથામાં જણાવે છે – એ પ્રમાણે પૂર્વ ધાતકી ખંડમાં પણ વિચરતા,
શ્રીસુજાત સ્વયંપ્રભ પ્રભુ તેમ ઋષભાનન તથા; અનંતવીર્ય જિનેશ્વરા ઇમ પાંચમાથી આઠમા, વિજય નગરી નામ સરખા હેય જુદા દ્વીપમાં.
૧૬૧ ક્રમસરજ પશ્ચિમ ધાતકી ખડ મહાવિદેહમાં,
સૂરપ્રભ વિશાલભ પ્રભુ આઠમી ને નવમીમાં વત્સમાં વજંધરા ચંદ્રાનન નલિનાવતી, પૂર્વ પેરે ચાર વિજયે એમ ચઉ તીરથ પતિ
૧૬૨ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ધાતકી ખંડમાં વિચરતા આઠ તીર્થક કયા નામે છે?
ઉત્તર –ઉપર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જે પ્રમાણે ચાર જિને વિચરતા ગણાવ્યા તે પ્રમાણે પૂર્વ ધાતકી ખંડમાં પણ ૮ મી, ૯ મી, ૨૪ મી અને ૨૫ મી વિજયમાં અનુક્રમે ૫ સુજાત જિન, ૬ સ્વયંપ્રભ પ્રભુ, ૭ ઋષભાનન તથા ૮ શ્રી અનંત વિર્ય નામના જિનેશ્વર ભગવંતે વિચારે છે. જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજય. નાં જે નામે છે તેવાં જ નામે બાકીના ચાર મહાવિદેહ ક્ષેત્રની ૩૨-૩૨ વિજયેનાં પણ જાણવા. વળી દરેક વિજયની રાજધાનીનાં નામ પણ સરખા જાણવા. હવે આજ કમસર પશ્ચિમ ધાતકી ખંડમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં આઠમી વિજયમાં શ્રીસૂરપ્રભ નામના જિનેશ્વર ૯, નવમી વિજયમાં શ્રીવિશાલપ્રભ તીર્થકર ૧૦, ૨૪ મી વત્સ વિજયમાં શ્રીવલ્લંધર નામે તીર્થકર ૧૧ અને નલિનાવતી નામની ૨૫ મી વિજયમાં શ્રીચંદ્રાનન તીર્થકર ૧૨ વિચરે છે. એવી રીતે પૂર્વની રીતે જ ચાર વિજયમાં કમસર ચાર તીર્થકરે જાણવા. (૧૦૩) ૧૬૧-૧૬૨
પુષ્કરાઈ દ્વીપમાં વિચરતા જિનનાં નામ બે ગાથામાં જણાવે છે – પુષ્પરાધે પૂર્વ દિશિના મહાવિદેહે તેરમા,
ચંદ્રબાહુ ભુજંગાસ્વામી તીર્થપતિ છે ચૌદમા; ઇશ્વર જિનેશ્વર નેમિપ્રભ પ્રભુ તીર્થપતિ છે સલમા,
એમ પશ્ચિમ પુષ્કરાર્ધ સત્તરમાથી વીસમા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org