________________
દેશના ચિંતામણિ ] છઠ્ઠી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય ૧૭ સાગરોપમ અને સાતમી નરકના નારકીઓ નું જઘન્ય આયુષ્ય ૨૨ સાગરોપમ જાણવું. અહિં યાદ રાખવા જેવી બીન એ છે કે–પૂર્વ પૂર્વ નરકના નારકીઓનું જેટલા સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેટલા સાગરોપમનું જઘન્ય આયુષ્ય પછીની નરકના નારકીઓનું જાણવું. એ જ યુકિતને અહીં યાદ રાખવી (૯)૧૫૮
કુલ મહાવિદેહ કેટલાં છે અને કયાં આવેલાં છે તે જણાવે છે – જબૂદ્વીપે એક ક્ષેત્ર મહાવિદેહ વિચારીએ.
ધાતકીમાં બેઉ તે તિમ પુષ્કરાધે માનીએ; બત્રીશ વિજય દરેકમાં તીર્થપ વિચરતા ચારમાં, આઠ નવ ચોવીસ ને પચ્ચીસ અંકી વિજયમાં.
૧૫૯ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-કુલ કેટલા મહાવિદેહ ક્ષેત્રે છે અને તે કયાં કયાં આવેલા છે?
ઉત્તર–જબૂદ્વીપને વિષે એક મહાવિદેહ ક્ષેત્ર છે, બીજા ધાતકી ખંડને વિષે બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે, તેમજ ત્રીજા પુષ્કરવાર્થ નામના દ્વીપને વિષે પણ બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે. કર્મ ભૂમિમાં એ પ્રમાણે કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્રો જાણવાં.(૧૦૦)
પ્રશ્ન-હાલમાં કેટલા તીર્થકર વિચરે છે અને કયાં ક્યાં ?
ઉત્તર–-હાલમાં ૨૦ તીર્થકર ભગવતે વિચારે છે માટે વીસ વિહરમાન જિન કહે વાય છે. ઉપર જે પાંચ મહાવિદેહ ગણાવ્યાં તે દરેકમાં ચાર ચાર જિન હાલમાં વિચરે છે એટલે કુલ વીસ તીર્થંકરે વિચરતા છે. એક એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીસ બત્રીસ વિજો આવેલી છે. એટલે પાંચ મહાવિદેહની કુલ ૧૬૦ વિજ છે. તેમાં દરેક મહાવિદેહની આઠમી વિજય, નવમી વિજ્ય, વીસમી વિજય અને પચીસમી વિજય એમ ચાર વિજયમાં તીર્થકર વિચરે છે. (૧૦૧) ૧૫૯
જબૂદ્વીપમાં કઈ વિજયમાં કયા નામે તીર્થકર છે તે જણાવે છે – પુષ્કલાવતી વિજયમાં સીમંધર પ્રભુ વિચરતા,
યુગમંધર તિમ વપ્ર વિજયે બાહુ વસે વિચરતા; નલિનાવતીમાં પ્રભુ સુબાહુ જંબુદ્વીપે વિચરતા,
મુખ્ય નગરીમાં પ્રથમ ચઉ તીર્થપતિ પ્રભુ વિચરતા. ૧૬
સ્પષ્ટાથ–પ્રશ્ન–જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કયા વિજ્યમાં કયા નામના તીર્થકર વિચરે છે ?
ઉત્તરઃ-જંબૂદ્વીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયે પૈકી આઠમી પુષ્કલાવતી નામની વિજયમાં શ્રી સીમંધર સ્વામી (૧) વિચરે છે. નવમી વખ નામની વિજયમાં શ્રી યુગમંધર સ્વામી (૨) વિચરે છે, વીસમી વત્સ નામની વિજયમાં શ્રીબહજિન (૩) વિચારે છે અને નલીનાવતી નામની પચીસમી વિજયમાં શ્રી સુબાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org