________________
૧૨૦
શ્રીવિજયપત્રસૂરિકૃતઉત્કૃષ્ટ અબાધા કાલ એમ પ્રથમ ભાંગે તેવા જીવોને ઉદ્દેશીને ઘટે એમ જાણવું. (૧) હવે કઈક જીવ ચાલુ ભવનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણુ આયુષ્ય બાંધે તે તેને ઉદેશીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ રૂ૫ બીજે ભાંગે ઘટે છે. (૨) જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબાધા રૂપ ત્રીજો ભાંગે આ રીતે ઘટા –પ્રથમ ભાંગામાં જણાવ્યા મુજબ પૂર્વ કોડ વર્ષોને ત્રીજો ભાગ બાકી હેય ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય બાંધનાર જીવને ઉદ્દેશીને ત્રીજો ભાંગે જાણ, (૩) હવે જઘન્ય સ્થિતિ અને જઘન્ય અબાધા કાલ રૂપ ચે ભાગે આ રીતે ઘટાવવોજે જીવ ચાલુ ભવ સંબંધી અંતર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય બાકી હોય ત્યારે અંતમુહૂર્ત નું આયુષ્ય બધે તેને ઉદેશીને ચે ભાંગે ઘટે એમ જાણવું.
આ ચાર ભાંગાનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાય આ મુદ્દાથી કયા કયા છે જ્યારે કયારે આગામી ભવનું આયુષ્ય બધે તેનું સ્વરૂપ કાંઈક વિસ્તારથી આ રીતે જાણવું
આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મમાં સ્થિતિને અનુસાર અબાધા હેય છે પણું આયુષ્ય કર્મમાં સ્થિતિને અનુસારે અબાધા હોતી નથી તેથી આયુષ્ય કર્મ માં અબાધા આશ્રી ચાર ભાંગા થાય છે તે ઉપર જણાવી ગયા. હવે આયુષ્ય કર્મમાં કેને કેટલી અબાધા હોય તે જણાવાય છે–અનાવર્તનીય અને અપવર્તનીય એમ આયુષ્ય કર્મ બે પ્રકારનું છે. તેમાં જીવે છે આયુષ્ય જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલું પૂરેપૂરું ભેળવીને મરણ પામે અને જે આયુષ્ય કઈ પણ પ્રકારે તૂટે નહિ તે અનપવર્તનીય આયુષ્ય દેવતાનું નારકીનું તેમજ યુગલીયા મનુષ્ય અને યુગલીયા તિર્યંચનું હોય છે. આ છે પિતાનું પૂરેપૂરું આયુષ્ય ભેગવીને મરણ પામે છે. આ જીવે તેમના આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તેઓને ઉદ્દેશીને છ માસને અબાધાકાલ જાણું. દેવતા નારકીમાં અપવર્તનીય આયુષ્ય હેતું નથી.
યુગલિયા સિવાયના બાકીના સામાન્ય મનુષ્ય તથા સામાન્ય તિર્યંચ પચેદ્રિય તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોનું આયુષ્ય અપવર્તનીય હોય છે, એટલે તેઓનું આયુષ્ય અધ્યવસાયાદિ ૭ કારણેમાંનું કઈ પણ કારણ મળવાથી ઓછું પણ થઈ જાય છે. તેથી તેઓ તેમનું બાંધેલું આયુષ્ય જેટલી સ્થિતિવાળું હોય તેટલી સ્થિતિ પ્રમાણે પૂરું કરીને મરે છે અથવા તે આયુષ્યની સ્થિતિની અપવર્તન થવાથી જેટલા વર્ષનું આયુષ્ય હોય તેથી પહેલાં પણ મરણ પામે છે. આ અપવર્તનીય આયુષ્યવાળાને આયુષ્યની અબાધા અનેક પ્રકારની હોય છે. તેમાં જે વખતે પરભવનું આયુષ્ય બાંધે તે વખતે તેમનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલી તેની અબાધા હોય છે. આ જીવે વહેલામાં વહેલું તેમના ભેગવાતા ભવના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે માટે તે એકેન્દ્રિયાદિ નું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેને ત્રીજો ભાગ તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org