________________
દેશનાચિંતામણિ].
૧૧૩ સમિતિ અને ગુપ્તિની સાધના કરનારા છેવટે મોક્ષના સુખ રૂપી ઉત્તમ ફળને મેળવે છે. ૧૩૯
જિનકલ્પીએ ક્યારે હોય તે ત્રણ લેકમાં જણાવે છે – શુરવીર સાચા તેજ જે કારણ બધાયે કર્મના, ન જાણતા બહુ ચેતતા રહી સાધતા આરાધના અવસર્પિણી ત્રીજા ચતુર્થક આરકે જિનકલ્પીને,
જન્મ પંચમ આરકે જિનકલ્પિ રૂપે તેમને. ૧૪૦ સંભવે જ વિહાર જેઓ ચતુથરક અંતમાં,
જન્મ પામ્યા કલ્પ જિનને પંચમારક આદિમાં, સાધતા ઉત્સર્પિણીનાં દ્વિતીયારક પ્રાંતમાં, જન્મ હવે કઠિનતા બહુ જાણવી જિનકલ્પમાં.
૧૪૧ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –ખર શુરવીર કેણ કહેવાય?
ઉત્તર :–તેઓ જ સાચા શૂરવીર છે જેમાં કર્મ બંધ થવાના સઘળા કારણોને જાણે છે. કયું કર્મ શાથી બંધાય છે તે જાણ્યા સિવાય તે કર્મના બંધથી બચી શકાતું નથી, માટે કર્મ બંધને રોકવા માટે કયું કર્મ શાથી બંધાય તે જાણવાની જરૂર છે. તે કર્મબંધને જાણ્યા છતાં ચેતીને ચાલવું જોઈએ, કારણકે તે બાબતમાં ગફલતમાં રહેનારે કર્મબંધ કરી બેસે છે, માટે કર્મબંધથી બચવા માટે ચેતતા રહીને ધર્મની આરાધના કરવી, તેજ સાચું શૂરવીરપણું છે. આવા શૂરવીરતા ગુણને ધારણ કરનારા છ જ સાચા શૂરવીર કહેવાય. (૮૧)
પ્રશ્ન –જિનકલ્પી મુનિરાજે કયા કયા આરામાં હોય છે?
ઉત્તર:-પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર આ દશ ક્ષેત્રમાં અવસાણી અને ઉત્સર્પિણી રૂપે બે પ્રકારને કાલ કહે છે. દરેકના છ છ આરા કહ્યા છે. તેમાં જે કાલે મનુષ્યનાં બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરે ક્રમે ક્રમે ઘટતા જાય તેને અવસર્પિણી કાલ કો છે. અવસર્પિણી કાલમાં ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા જિનકલપીઓ થઈ શકે છે. તેમજ જેમને ચેથા આરાના અંતમાં જન્મ થએલે હેય તેઓ પણ પાંચમા આરામાં જિનકલ્પ અંગીકાર કરીને વિચરે છે, પરંતુ જેમને પાંચમા આરામાં જન્મ થયે હેય તેઓ જિન. કલપી બની શકતા નથી. તથા ઉત્સર્પિણીના બીજા આરાના અંતે જન્મેલા ત્રીજા આરામાં જિનકલ્પી થઈ શકે છે. પરંતુ બીજા આરામાં જિનકલ્પી તરીકે વિચરતા નથી. ત્રીજા અને ચેથા આરામાં તેઓ વિચરતા હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી તથા અવ સર્ષિણી રૂપી કાલ હોતું નથી તેથી ત્યાં તે જિનકલ્પી હમેશાં હોય છે આ જિનકલ્પની આરાધના કરવી બહુ કઠીનતાવાળી છે. (૮૨) ૧૪૦–૧૪૧
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org