________________
૧૩૮
વાર
[શ્રીવિજયપદ્ધસૂરિકતરહસ્ય એ ભાષા સમિતિનું ચિત્તમાં અવધારતા,
બેલે જરૂરી કારણે તે મૌન લાભ વિચારતા. સ્પષ્ટાર્થ –પ્રશ્ન-વચનગુપ્તિ અને ભાષા સમિતિમાં શું તફાવત છે?
ઉત્તર:-વચનગુપ્તિનું ખરું રહસ્ય એ છે કે અગ્ય વચને બેલવા નહિ. અથવા મૌન ધારણ કરીને રહેવું તે વચનગુપ્તિ કહેવાય. ભાષા સમિતિ એટલે જયણ પૂર્વક નિર્દોષ વચન બોલવા તે ભાષા સમિતિનું રહસ્ય છે. ભાષા સમિતિ એકલી પ્રવૃત્તિ રૂપ છે એટલે તેમાં બોલવાને નિષેધ નથી, પરંતુ જયણાપૂર્વક ખપ કારણે પૂરતું બલવા રૂપ ભાષા સમિતિ છે અને વચનગુપ્તિ તે નિવૃત્તિ અને પ્રવૃત્તિ બને રૂપ છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે–બીલકુલ બેલવું નહિ અથવા સર્વથા મૌન ધારણ કરવું. જયણાપૂર્વક ખપ પૂરતું બેલવા રૂપે વચનગુપ્તિ છે. એ પ્રમાણે ભાષા સમિતિ અને વચનગુપ્તિના રહસ્યને ચિત્તમાં સારી રીતે સમજતા અને મૌન રહેવાના ઘણાં લાભને વિચારતા વિવેકવંતા જને જરૂરી કારણ હોય તે જ ખપ પૂરતું બોલે છે. (૮૦) ૧૩૮
સમિતિ તથા ગુપ્તિની સાધનાનું ફલ દેખાડે છે – મૌનથી જ કષાય રક્ષા ઑર્ય કાર્યો સ્વસ્થતા,
નિષ્ફલ અશુભ શ્રવણદિ છડી મેક્ષમારગ સાધતા; શુભ ધ્યાનમગ્ન બની નિકંદી કર્મબંધન મુક્તિના,
સાદિ અનંત સુખ લહે સાધક સમિતિ ને ગુપ્તિના. ૧૩૯
સ્પષ્ટાર્થ –મૌનની મહત્તા દેખાડતાં જણાવે છે કે મૌન રહેવાથી કષાય રક્ષા થાય છે એટલે કષામાંથી બચી જવાય છે, કારણ કે કઈ માણસ ક્રોધાદિકને લીધે કટુ વચને કહે તે વખતે તેને સામે જવાબ ન આપતાં મૌન ધારણ કરવામાં આવે તે સામાના ક્રોધને વધારવાનું કારણ દૂર થાય છે. મૌન રહેવાથી પિતાને થયેલા ક્રોધાદિની શાંતિ થાય છે માટે મૌનથી કષાય રક્ષા થવાનું જણાવ્યું છે. વળી મૌન રહેવાથી કાર્યમાં સ્થિરતા થાય છે, જે કાર્ય કરવાનું હોય તેમાં એકાગ્રતા થાય છે, તેમજ સ્વસ્થતા એટલે શાંતિ મળે છે, જેઓ વિના કારણે મૌન રહીને અને કારણે નિષ્ફલ અશુભ વચને બલવાને અને સાંભળવાને ત્યાગ કરીને મેક્ષ માર્ગની સાધના કરે છે, તે જ પુણ્યશાલી ભવ્ય છ શુભ ધ્યાન એટલે ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનમાં લીન થાય છે અને તેનાજ પ્રતાપે કર્મના બંધને નાશ કરીને મોક્ષના સાદિ અનંત સુખને મેળવે છે. મેક્ષના સુખની પ્રાપ્તિમાં સાદિ અનંત ભાગે આ રીતે ઘટી શકે–જે સુખ મેક્ષની પ્રાપ્તિ વખતે મેળવ્યું તે સુખની આદિ એટલે શરૂઆત થઈ કહેવાય. અને આ સુખ મળ્યા પછી કઈ કાળે નાશ પામવાનું નથી માટે મોક્ષનું સુખ સાદિ અનંત કહ્યું છે. આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org