________________
૧૨
( શ્રીવિજ્યપદ્ધતિદૈન્ય તંદ્રા કંપ દષ્ટિભ્રાંતિ અરતિ° સંપજે,
કામરાગ૧૧ વિશેષ ભાંગે અંગ ચિહે બાર એ, ૧૨૦
સ્પષ્ટાર્થ –દેવતાના ચ્યવન કાલના ૧૨ ચિહ્નો આ પ્રમાણે –૧ તેઓએ ગળામાં પહેરેલી ફૂલની માળા કરમાય છે. ૨ કલ્પતરૂ એટલે કલ્પવૃક્ષને સંહાર થાય છે. ૩ શરીરની કાંતિ ઝાંખી પડી જાય છે. ૪ લજજા ગુણ નાશ પામે છે. ૫ વસ્ત્રના ઉપર રાગ અધિક હોય છે. ૬ તેઓમાં દૈન્ય એટલે દીનતાપણું આવે છે. ૭ તંદ્રા એટલે આળસ આવે છે. ૮ કંપ એટલે ધ્રુજારી પ્રગટે છે. ૯ દષ્ટિભ્રાંતિ એટલે દેખાવમાં ભ્રાંતિ અથવા ભ્રમણ આવે છે. વળી ૧૦ અરતિ એટલે અપ્રીતિ ભાવ જાગે છે. તેમજ ૧૧ તે દેશમાં કામરાગ એટલે વિષયવાસના વધતી જાય છે અને ૧૨ તેમનું અંગ એટલે શરીર ભાંગે છે. આ બાર ચિહ્નો તે દેવોને મરણકાલ નજીક આવે ત્યારે પ્રગટ થાય છે. ૧૨૦ }
એકાવતારી દેવાની ચ્યવન વખતની સ્થિતિ વગેરે બીના જણાવે છે – જ્યાં સુધી તેઓ વે ના તેજ વૃદ્ધિ ત્યાં સુધી,
ગ શુદ્ધિ ભક્તિ આદિક ગુણ વધંતા ત્યાં સુધી; સંયમાદિક હેતુઓની શુદ્ધભાવે સાધના, એકાવતારિપણું પમાડે તે ભવે જે મુક્તિ ના.
૧૨૧ સ્પષ્ટાર્થ_એકાવતારી દેવે જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તેઓમાં દિવસે દિવસે શરીરાદિનું તેજ વધે છે એટલે તે પદાર્થોની કાંતિ વધતી જાય છે. તેમજ તેમની
ગશુદ્ધિ એટલે મન વચન કાયાના નિર્મલ પેગ પ્રવર્તે છે. તેમજ પ્રભુદેવની ભક્તિ વગેરે ગુણે પણ વધતા જાય છે. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે બીજા દેને જેમ ભેગવાતા દેવાયુષ્યના છેલ્લા ૬ મહિના બાકી રહે, ત્યારે (પહેલાં કહેલા) ૧૨ ચ્યવનને સૂચવનારા ચિન્હો પ્રકટ થાય છે, તેવા ચિહેમાંનું કોઈપણ ચિન્હ આ એકાવતારી દેને પ્રકટ થતું નથી. જે સંયમી આત્માઓ ચાલુ મનુષ્ય ભવમાં સિદ્ધિ સુખને પામે નહિ, તેવા પરમ વિશુધ્ધશીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ, સંતોષ, ક્ષાયિક સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણની પૂર્ણ નિર્મલ સાત્વિકી આરાધના કરવાથી એકાવતારીપણું પામે છે. એટલે તેઓ અહીં ચાલુ મનુષ્યાયુ પૂર્ણ કરી વૈમાનિક દેવપણું પામીને છેલ્લા નરભવમાં અવશ્ય સિદ્ધિ સુખને પામે છે. (૬૨) ૧૨૧
તેજસ અને કાર્મણ શરીર ચારે ગતિના જીવોને હોય છે તે જણાવે છે – ચારે ગતિના જીવને તન બેઉ હવે નિશ્ચયે, . પ્રથમ તૈજસે બીજું કામણ બેઉ તન એ જાણીએ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org